________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રમાં
આપણા ચરિત્રનાયક કહેાદથી વિહાર કરી વ્યારા પધાર્યા. સધમાં ઘણા વખતથી પ્રમાદ અને થાડું' મનદુ:ખ હતાં. તેનુ પેાતાની સુધાવાણીથી સમાધાન કરાવ્યું. આગેવાના આન ંદપૂર્વક એકબીજાને સાથ આપી પ્રતિષ્ઠાની તૈયારી કરવા લાગ્યા. સ'. ૧૯૬૪ ના વૈશાખ માસમાં વ્યારામાં આનંદ અને ઉત્સાહપૂર્વક શ્રી અજીતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. અઠ્ઠાઈ મહાત્સવ, શાંતિસ્નાત્ર તથા આઠે દિવસના સઘજમણું થયાં. આપણા ચરિત્રનાયકની પ્રેરણાથી પ્રતિષ્ઠાની ઉપજ પણ ઘણી સારી થઈ.
ઃ
હવે સરભાણુ બાકી રહી જતુ હતુ. ત્યાંના આગેવાને પણ મહારાજશ્રીને વિનંતિ કરવા આવ્યા અને આપણા ચરિત્ર નાયક વ્યારાથી વિહાર કરી સરભાણ પધાર્યા. સરભેણુમાં પણ અઠ્ઠાઈ-મહાત્સવ સધજમણું-શાન્તિસ્નાત્ર તથા સ’. ૧૯૬૪ ના જેઠમાં પ્રતિષ્ઠા મહાત્સવ આનંદપૂર્વક થયાં. સરભાણુ જેવા નાના ગામમાં પણ મહારાજશ્રીના પ્રભાવથી ધમ પ્રભાવના સારી થઇ. વૃદ્ધપુરૂષા તા આવા અનુપમ ઉત્સવ જોઇને પાતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
આપણા ચરિત્રનાયકને પગલે પગલે ધમ પ્રભાવનાના દીવડા પ્રગટયો.
#
‘ સાહેબ ! મારા પૂજ્ય પિતાશ્રીના શ્રેયાર્થે અડ્ડાઇ-મહે।ત્સવ કરવા ભાવના છે. વળી નવાપુરાના જૈન મંદિરના ભેાંયરામાં શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા આપના મગળ હસ્તે કરાવવાની અમારી સૌની ઇચ્છા છે તે હવે આપશ્રી સુરત પધારો. ’ સુરતના શેઠ શ્રી દલીચંદ વિચ મેફે વિનતિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com