________________
:
--
=
=
ગુરૂદેવની સેવા
(૯)
“ઋદ્ધિ! તારી તપશ્ચર્યા, સેવાભાવના તથા ત્યાગભાવના જોઈને મને સંતોષ થાય છે. તારો આત્મા પુણ્યશાળી છે. પણ હજી તારી ઉમર નાની છે. તે નવીન સાધુ છે. ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગથી તુરત જ આત્મસિદ્ધિ મેળવવી આ જમાનામાં દુક્કર છે. પ્રાતઃકાળમાં જ્યારે હું જોઉં છું ત્યારે તું ધ્યાનમાં લીન હોય છે તે સારી વાત છે. પણ હાલમાં તીર્થયાત્રા, અભ્યાસ, તપશ્ચર્યા, સેવાભાવથી ધીમે ધીમે આત્મા ઉજવળ બનાવે તે આવતી કાલે તમારૂં ચારિત્ર-તપ અને ચાગ બળ શાસનનું કલ્યાણ સાધી શકશે.” એક દિવસ તક જોઈને ઋદ્ધિમુનિને ગુરૂવર્ય શ્રી મેહનલાલજી મહારાજે પાસે બેસાડી જરૂરી શીખામણ આપી અને આશીર્વાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com