________________
: ૪ર :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
- ગુરૂદેવના મમતા ભર્યા મીઠા શબ્દો તથા આ વ્યવહાર દષ્ટિ નૂતન મુનિશ્રી ઋદ્ધિમુનિના હૃદયમાં ઉતરી ગઈ અને ઉગ્ર તપશ્ચર્યા તેમજ ધ્યાનમાં મર્યાદા મૂકી દીધી.
આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિ ગુરૂદેવની શીખ માનીને અભ્યાસમાં લાગી ગયા. તપશ્ચર્યા તે ચાલુ હતી પણ ગુરૂસેવાને ૨૩ લાગ્યા અને ગુરૂદેવની સેવા સુશ્રુષામાં મગ્ન રહેવા લાગ્યા. આવા પરમ ઉપકારી, સદ્ગુણાનુરાગી, પ્રભાવશાળી, વચનસિદ્ધિ પામેલા, વયેવૃદ્ધ, જ્ઞાનપ્રભા યુક્ત, તપસ્વી, સર્વમાન્ય ગુરૂવર્યાની સેવા એ જીવનને હા ગણવા લાગ્યા. તેમની સેવાથી શ્રી દ્વિમુનિમાં સરળતા, સૌમ્યતા, શાંતિ, સેવાભાવના, નમ્રતા તથા લઘુતા પ્રગટયાં, મન ખૂબ આનંદમાં રહેવા લાગ્યું. ચિત્તમાં પ્રસન્નતા લાગવા લાગી અને ગુરૂસેવા એ પરમ કલ્યાણકારી છે તેમ અનુભવ થવા લાગે. પછી તે ગુરૂવર્યની સેવા એ ઋદ્ધિમુનિનું મહામૂલું કામ બની રહ્યું. ગુરૂદેવને આવા વિનીત, સેવાભાવથી ભરેલા, પ્રશાંત, શિષ્ય પર પુત્રપ્રેમ - જે હાર્દિક પ્રેમ પ્રગટ. ગુરૂશિષ્યની જેડી અનુપમ બની રહી.
બીજા નાના મોટા શિષ્ય ગુરૂવર્યની સેવાભક્તિ માટે તલસતા પણ આપણું ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિએ એવું મહામૂલું સ્થાન ગુરૂના હૃદયમાં ધારણ કરેલું કે નાની મોટી બધી સેવા દ્વિમુનિ પાસેથી લેતા અને તેમાં ઋદ્ધિ મુનિ પિતાને ભાગ્યશાળી માનતા. - ઋદ્ધિ મુનિ તરફ પૂર્વ જન્મને એવું તે પ્રેમભાવ હતું કે છેવટની પળ સુધી ગુરૂદેવે આપણા ચરિત્રનાયકને પિતાની પાસેજ રાખ્યા હતા અને તેમની નિર્મળ અને નિસીમ સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com