________________
* ૫૦ :
- જિનઋહિરિ જીવન-પ્રભા
દયાળુ ! તમે આ ઉપાશ્રયને છોડીને જાઓ તે કદી ના બને. અમને આપની વાણુને લાભ આપવાને જ છે.” શેઠ નગીનચંદભાઈએ પણ આગ્રહ કર્યો.
ભાગ્યવાન! તમારી વાત તે સાચી પણ હું તે હજી અભ્યાસી છું. વ્યાખ્યાનને બહુ અનુભવ પણ નહિ. તમારા સુરતમાં આચાર્ય મહારાજે શોભે. અંકલેશ્વરના ભાઈઓની ઘણું વખતથી વિનંતિ છે તેથી ત્યાં જવા ભાવના છે.”
સાહેબ! તમે અભ્યાસી છે તે અહીં સારા પંડિતની જોગવાઈ થઈ જશે. આપના વ્યાખ્યાન અમે સાંભળ્યા છે. આપ તે પિતાને અભ્યાસી માન છે પણ ગુરૂદેવની કૃપાથી અહીં આનંદ આનંદ થશે. ગુરૂદેવની આજ્ઞા પણ અમે મંગાવી છે. અમે કેઈપણ ઉપાયે આપને અહીંથી વિહાર કરવા દેવાના નથી.” અને એ ભાવપૂર્વક આગ્રહ કર્યો. | મુનિ શ્રી અદ્વિમુનિ સુરત આવ્યા અને શેઠ શ્રી નગીન. ચંદ કપુરચંદ ઝવેરી તથા શેઠ કસ્તુરચંદ કલ્યાણચંદ ઝવેરીએ ગોપીપુરામાં ભવ્ય રાજમહેલ જે શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રય બંધાવ્યું હતું તે બન્નેએ શ્રી ઋદ્ધિમુનિને વિનતિ કરી અને અંકલેશ્વર જતા રોકીને સુરતમાં ચાતુમસ કરવા. માટે ગુરૂદેવની આજ્ઞા મંગાવી. એ અરસામાં શ્રી ચતુરમુનિજી ત્યાં આવી પહોંચ્યા. ગુરૂ આજ્ઞા પણ આવી ગઈ. તેથી સં. ૧૯૬૧-૧૯૬૨ના (તેરમું તથા ચૌદમું) ચાતુર્માસ શ્રી સુરતમાં આનંદપૂર્વક થયાં. અહીં પંડિતની સારી જોગવાઈ હેવાથી અભ્યાસમાં પણ સારો વિકાસ થયો. પર્યુષણ પર્વમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com