________________
તીર્થયાત્રાઓ
': Y૭૫ દાદાની યાત્રા કરતાં આનંદ થયો. કેશરીયાજીને જૈને જ માને છે તેમ નથી પણ જેનેતર પણ માને છે અને ભીલ-કેળીગણાતી જાતિ પણ કેશરીયાબાબાને ખૂબ ખૂબ માને છે.
ઉદયપુર થઈ ઘારાવની નાળ ઉતરી ઘારાવ, દેસુરી, નાડલાઈ, નાડેલ તથા વાકાણા પાર્શ્વનાથની યાત્રા કરી રાણીગામ, ખીમેલ, ખુડાલા, શિવગંજ, પિસાલીયા, પાલડી થઈને જાવાલ પધાર્યા. મંદિરના દર્શન કરી પાછા શિવગંજ આવ્યા. અહીં ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીને પત્ર આવ્યું કે “જોધપુર જવાની આવશ્યકતા હોવાથી જોધપુર તરફ વિહાર કરી ત્યાં ચાતુર્માસ કરશે.” ગુરૂદેવની આજ્ઞા મળતાં શિવગંજથી વિહાર કરી શ્રી યશેમુનિજી તથા શ્રી અદ્વિમુનિ, શ્રી પ્રતાપમુનિ, શ્રી મુક્તિમુનિ, શ્રી છગનમુનિ, શ્રી સિદ્ધિ મુનિ આદિ જોધપુર પધાર્યા. સં. ૧૫૯ નું અગ્યારમું ચાતુર્માસ આહારના ઠાકરની હવેલીમાં કર્યું. જોધપુરના ચોમાસા બાદ મુંબઈથી ગુરૂદેવની આજ્ઞાથી શ્રી ઋદ્ધિમુનિ, શ્રી છગનમુનિ તથા શ્રી સિદ્ધમુનિ મુંબઈ તરફ વિહાર કરી ગયા. સં. ૧૯૬૦ નું ૧૨ મું ચાતુર્માસ ગુરૂદેવની સેવામાં મુંબઈ થયું. ચાતુર્માસ પછી આપણા ચરિત્રનાયકની ભાવના થી અંતરીક્ષજી પાશ્વનાથની યાત્રા માટે લેવાથી ગુરૂદેવની આજ્ઞા લઈ મુંબઈથી વિહાર કરી થાણા, પનવેલ, લાલી, તેલગામ, ડભેડા, બાલાગામ, ઘેડનદી, અહમદનગર, ઔરંગાબાદ, જાલના અને લૂણારમાં ધર્મોપદેશ આપતા તથા દેવદર્શન કરતાં શ્રી અંતરીક્ષજી પાશ્વનાથની યાત્રાર્થે સિદ્ધપુર પધાર્યા. કલિકાળમાં મહા પ્રભાવિક, અલૌકિક અને ચમત્કારી શ્રી અન્તરીક્ષ પાર્શ્વનાથના દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com