________________
શત્રુંજયનો ચમત્કારી
: ૩૯ : ઉઠયું. નૂતનમુનિની સૌમ્ય, શાંત મુખાકૃતિ, વિશાળ લલાટ, ગોરૂંવદન તથા સુદઢ શરીર અને તેજસ્વી ચક્ષુઓ તથા ભક્તિભાવ અને લઘુતા જોઈ બધાને ખૂબ સંતોષ થયે. - શ્રી અદ્ધિમુનિને આજે ઉપવાસનું પારણું હતું. નૂતનમુનિ હોવાથી પારણમાં ગુરૂભાઈઓએ દુધ-રાખડી શીરે વાપરવા આપી. બધાને પ્રેમભર્યો ભાવ જોઈને તે આનંદ થયો પણ સાધુજીવનમાં પણ શરીરની આટલી ગુલામી ! પિતે તે શરીરને જરૂરી ભાડું આપી ત્યાગભાવના કેળવવા નિર્ણય કર્યો.
પ્રાતઃકાળ નિત્યક્રિયાથી પરવારી ગુરુદેવની આજ્ઞા લઈ યાત્રાર્થે ગયા.
શ્રી આદીશ્વર દાદાની મોટી ટુંકમાં દર્શન કરી ત્યાંથી ચન્દન તલાવડીએ આવ્યા. અહીં મેટી શિલા ઉપર બેઠા બેઠા કાઉસગ ધ્યાનમાં રહ્યા. ત્યાંથી ભાડવાના ડુંગર ઉપર જઈ ત્યાં આવેલી દેરી પાસે અઠ્ઠમની તપશ્ચર્યા લઈ ત્યાંજ રહ્યા.
સાધુપણું લીધું છે. શત્રુંજય જેવું ચમત્કારી તીર્થસ્થાન છે. તીર્થાધિપતિ શ્રી આદીશ્વર દાદા જેવા અલૌકિક પતિત પાવન છે. ભાડવાના ડુંગરનું એકાન્ત સ્થાન છે. અહીં અદ્યુમ કરી ધ્યાન કરીશ તે મારા આત્માને સાક્ષાત્કાર થશે. આ જીવનનું એજ સાર્થક છે ને! આવા આવા મનેર કરતા અડ્રમની તપશ્ચર્યા લઈ ધ્યાનમગ્ન રહેવા લાગ્યા. પિતે નૂતન મુનિ છે. ગુરૂવર્યને કેટલી ચિંતા થશે ! અહીં રાત્રિએ કાંઈ ઉપદ્રવ કદાચ થાય! હિંસક–પ્રાણ પણ આસપાસ હોય જ. આ . વિષે જરા પણ વિચાર કર્યા વિના ધ્યાનની ધૂનમાં રોકાઈ રહૃાા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com