________________
જિનહિરિ જીવન-પ્રભા
કળામય મંદિર, માનવસમુદાય, પવિત્ર-શત-મઘમઘતું વાતાવરણ જોઈ જોઈને જીવન સાર્થક થતું લાગ્યું.
બહાર નીકળીને ચોતરફ દષ્ટિ ફેરવતાં રૂપેરી જળપ્રવાહથી ભરીભરી શત્રુંજી નદી, તેને વિશાળ પટ અને નાના નાના ખેતરે જોઈ હર્ષ થાય છે. સામે જ તાલ વજ-તળાજાના ધવલ મંદિરની અનુપમ રણમાળ રમ્ય દેખાય છે. સ્વચ્છ હવામાનમાં ગોપનાથ અને મહુવાની ભૂમિને પખાળતી ઉછળતા સમુદ્રની લહેર જોઈને મન પ્રફુલ બને છે. પશ્ચિમ તરફ ગિરનારના શ્યામ વર્ણના આકાશ સાથે વાત કરતાં શિખરો દેખાય છે. ઉત્તર તરફ પ્રાચીન વલ્લભિપુરના અવશેષો અને શિહેરની આસપાસના પહાડો નજરે પડે છે. નીચે પાલીતાણાના રમણીય મકાન ને વિધવિધરંગી પુષ્પથી ખીલી ઉઠતા બગીચાઓ દષ્ટિને આનંદ ને આરામ આપે છે.
આજ યાત્રામાં ખૂબ આનંદ રહ્યો. દાદાની પ્રતિમા તે મનમાં જડાઈ ગઈ હતી. મંદિરનું નગર જગતનું અલૌકિક યાત્રા ધામ જોઈને તે મન મુગ્ધ બની ગયું હતું.
સવાર પડે ને યાત્રાએ નીકળી પડે. હંમેશાં જતા રામકુમારને પાલીતાણામાં બીરાજતા પન્યાસજી દયાવિમળાજી મહારાજને પરિચય થયો. પં. દયાવિમળાજી મહારાજની શાંત મુદ્રા, મીઠી મધુરી વાણી તથા પ્રેમભાવથી આકર્ષાયા. સંવેગી સાધુ મુનિવરના ઉત્તમ આચાર અને ઉદાર વિચારોની ઉંડી છાપ રામકુમારના મન પર પડી. તેમની સંવેગી દીક્ષા માટેની તીવ્ર અભિલાષા જાગૃત થઈ અને પિતાની ભાવના પન્યાસશ્રી દયાવિમળાજી મહારાજને જણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com