________________
,
શત્રુંજયને ચમત્કાર
(૮) જગતના તીર્થધામોમાં શત્રુજ્ય અલૌકિક અને ચમત્કારી છે. યુગયુગથી એ આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને અત્મકલ્યાણને દિવ્ય સંદેશ આપી રહેલ છે.
તીર્થને વાચા નથી હોતી પણ એ તીર્થધામ ખડાં ખડાં મૌન દ્વારા હજારો ઉપદેશ જેવી જ પ્રાણપ્રેરક પ્રેરણા આપે છે. જગતની જીવનકથા અને આત્માની અમરકથા એ તીર્થો સંભળાવે છે.
રામકુમારજી પાલીતાણા આવ્યા અને દૂરદૂરથી શત્રુજ્યના શિખરો જોઈને હદય નાચી ઊયું. દૂરથી જ ગિરિરાજને પ્રણિપાત કર્યો. એ મંદિરના નગરસમા ગિરિનગરના દર્શન માટે તાલાવેલી લાગી. પાલીતાણામાં શ્રી ખરતરગચ્છના શ્રી હેમચંદ્રજીના ઉપાશ્રયમાં ઉતારો કર્યો. ખરતરગચ્છના યતિ રામકુમારજીને આવકાર આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com