________________
ગીને આદેશ
રામકુમારજીએ જણાવ્યું યાત્રાળે આવ્યો છું. અહીં મને શાંતિ લાધી અને યાત્રા કરી જરા થાક પણ લાગેલો તેથી બેસી ગયે. ગીને આકર્ષણ થયું. રામકુમારજીને ગુફામાં લઈ ગયા. થોડું ખાવાનું આપ્યું.
બેટા કહાં જાનેકા વિચાર છે! ગીએ પૂછયું. ' મહારાજ હું દ્વારકાની યાત્રાએ જવા ઈચ્છું છું.”
અરે! તુમ તે જૈનધર્મી હે ! શત્રુજ્ય જૈન ધર્મકા બડા તીર્થ છે. તુમકે વહાં કી પ્રાપ્તિ હેગી !”
ગીના વચન સાંભળી ગિરિરાજ શત્રુંજયની યાત્રાની ભાવના પ્રદિપ્ત થઈ અને શત્રુંજય જવા નિર્ણય કર્યો.
અહીં ધર્મશાળામાં યતિશ્રી તેમની રાહ જોઈ રહ્યા હતા, ચગીની આજ્ઞાથી તેમને નમસ્કાર કરી તેને મેડા મેડા પણ ધર્મશાળામાં આવ્યા. રામકુમારજીએ યોગીના આશીર્વાદની વાત કરી.
બીજે દિવસે શ્રી નેમિનાથ પ્રભુના ભાવપૂર્વક દર્શન કરી શત્રુંજય માટે નીકળ્યા. યતિશ્રીએ શત્રુંજયની યાત્રા કરી હોવાથી તેઓ જૂનાગઢથી પાછા પિતાને ગામ ગયા. રામકુમારજીને શત્રુંજય જવા માટે ટીકીટ કઢાવી આપી. બે રૂપીઆ બીજા આપ્યા. રામકુમારજીએ યુતિવર્યને ખૂબ આભાર માન્ય. એકબીજાને પ્રેમથી ભેટી બનેએ વિદાય લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com