________________
રોગીને આદેશ
રામકુમાર એકાએક ચૂરૂથી નીકળી બીકાનેર વગેરે શહેર અને ગામોમાં પગપાળા ફરી આબુ આવ્યા. આબુના મંદિરના દર્શન કરી જન શિલ્પ કળા અને ભાગ્યશાળી દાનવીરોની દાનશુરતાને અંજલિ આપી આનંદ અનુભવવા લાગ્યા. અહીં યાત્રાર્થે આવેલા એક યતિવર્યને પરિચય થયે અને સાથે જૂનાગઢ માટે પ્રયાણ કર્યું.
જૂનાગઢ ધર્મશાળામાં ઉતારો કર્યો. શહેરના મંદિરના દર્શન કર્યા. બીજે દિવસે ગિરનારની યાત્રા કરવા ગયા.
સૌરાષ્ટ્રની દક્ષિણે વિશાળકાય પાથરી પર્વતરાજ ગિરનાર ઊભો છે. દૂર દૂરથી આકાશને ભેટતાં સુંદર મનોહર શિખરો, કાળા કાળા રાક્ષસી પત્થરે, સુંદર લીલમ લીલાં ઝાડ વગેરે દો અદભૂત હતાં. પર્વત ઉપર ધીમે ધીમે આવી પહોંચ્યા. અહીંનું વાતાવરણ પવિત્ર અને મઘમઘતું લાગે છે. અહીં જગતની જંજાળ ભૂલી જઈ દરેક મનુષ્ય આનંદ અને શાંતિ અનુભવે છે.
રામકુમાર તે ગિરનારનું ભવ્ય અને અદ્દભૂત દશ્ય જોઈ મુગ્ધ થઈ ગયા. બાવીસમા તીર્થંકર શ્રી નેમીનાથજીના મંદિરની શોભા અપરંપાર છે. દાદાની મનમોહક મૂર્તિનું આકર્ષણ એવું થયું કે ત્યાં જ ધ્યાનમગ્ન બેસી ગયા. ધ્યાન પૂરું થયે મેરકવરી તથા સગરામ સોનીની દુકના દર્શન કર્યા. કુમારપાળ મહારાજા, વસ્તુપાળ તેજપાળ તથા સંપ્રતિ રાજાની ટુંકોના પણ ભાવપૂર્વક દર્શન કર્યા.
કિલે છેડીને બહાર નીકળ્યા એટલે પ્રકાશ અને શાંતિનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com