________________
: ૧૮ :
જિનધિસૂરિ જીવન-પ્રભા બેટા ! વીર ઘંટાકરણનો મંત્ર ચમત્કારી છે તે મહાપ્રભાવિક જાગતા દેવ છે. પણ તે હજુ બાળક છે. મંત્રની સાધના કાચાપોચાથી ન થાય. અખંડ બ્રહ્મચર્ય, સૌમ્યવૃત્તિ, શાંત પ્રકૃતિ, નિઃસ્વાર્થભાવ તથા દઢતા અને ધીરજ હોય તે જ સિદ્ધિ થાય. વળી તે મંત્રને ઉપયોગ કલ્યાણ કામ માટે જ થઈ શકે. થોડો સમય “ઉવસગ્ગહર'ને જાપ ચાલુ રાખો પછી જરૂર “વીર ઘંટાકરણની સાધનાને મંત્ર આપીશ.”
ગુરૂદેવ! “ઉવસગહર”નો જાપ હવે પૂર્ણ થયા. અઠ્ઠમ કરી “વીર ઘંટાકરણને જાપ શરૂ કરવા આજ્ઞા આપે. કૃપા કરે. હું આ મહામંત્રની સાધના માટે આપની સૂચના પ્રમાણે જ જાપ કરીશ. તપશ્ચર્યા કરીશ. રાત્રે બે કલાક હું જાપ કરીશ અને સિદ્ધિ મેળવીશ.” રામકુમારે પિતાની દઢ ભાવના રજુ કરી.
રામકુમારને અભ્યાસ ઠીક ઠીક ચાલી રહ્યો હતે. યતિશ્રીએ “ઉવસગ્રહ” તેત્રને જાપ આપેલે તેનાથી તેમને ચમત્કાર થયો. તેથી મહામંત્રના જાપને માટે ભાવના જાગી. યતિવર્યને પ્રાર્થના કરી. યતિશ્રીએ મહામંત્ર માટેની યોગ્યતા વિષે સાવચેતી આપી અને રામકુમારની દઢતા જોઈને તેમને
વીર ઘંટાકરણ”ને મહામંત્ર આપ્યો. યતિવર્ય જોતિષ વિદ્યા-વૈદ્ય વિદ્યા અને મંત્રશાસ્ત્રના વેત્તા હતા. રામકુમારની પાત્રતા જોઈને મહામંત્રને માટે આજ્ઞા આપી.
રામકુમાર તે રાત્રિના બે વાગે ઉઠી જાય છે. “વીર ઘંટાકરણ”ની પ્રભાવશાળી તેજસ્વી છબી સામે રાખી, ઘીને દીવો રાખી ધૂપ કરીને બેસી જતા. બબે કલાક જાપ ચાલતે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com