________________
તીર્થયાત્રાને સંદેશ
: ૨૭ ?
ત્રીજે પ્રહર પૂરું થવા આવ્યો ને આપણું ચરિત્રનાયક રામકુમારે દઢ નિશ્ચય કરી લીધે.
ઉપાશ્રયમાં બધાં નિદ્રાધીન હતાં. પૈસા તે હતા નહિ. બબે વખત ચાલ્યા ગએલા તેથી દિવસે તે એકલા જવાતું નહિ. આજે રાત્રે જ નીકળી જવાની તક હતી. ગુરૂદેવની પાસે જ બનને શિષ્યને સૂવાની વ્યવસ્થા હતી. પણ ગરમી અને ઉકળાટથી આપણા રામકુમાર અગાશીમાં સૂતા હતા, પાસેજ દાદર હતું. અને નીકળી જવામાં સુગમતા હતી.
જતાં જતાં વિચાર ઉમટી આવ્યો. “અરે આ પિતાતુલ્ય ગુરુવર્યની છાયા શું હમેશ માટે હું ઈ બેસીશ! મારા પરમ પ્રિય ગુરુભાઈને આવે અનુપમ પ્રેમભાવ હું કયાં પામીશ ! હું જાઉં છું પણ કયાં જઈશ! કેને આશ્રયે રહીશ! કેટકેટલાં દુખે સહન કરીશ ! નથી દમડી, નથી દાગીને, નથી સાધનસામગ્રી, કપડાં પણ શરીરે પહેરેલાં માત્ર, ગાડા-ગાડી કે ઊંટ-ઘડાનું સાધન પણ નથી. સગા-સંબંધી પણ કઈ નથી. ઉપર આકાશ અને નીચે ધરતી–અરે આ સ્થિતિમાં એક-અટુલો હું શું કરી શકીશ.”
પણ નહિ નહિ આવી નિબળતા શા માટે ! હું ભલે એકલે હું પણ મારું ભાગ્ય મારી સાથે છે. મારા અધિષ્ઠાયક મારી સાથે છે. મારા પાર્શ્વનાથ મારી સાથે છે. મારી ચકકેશ્વરીમાતા મારી સાથે છે. આ સમૃદ્ધિ અને ગાદીની ઉપાધિ કરતાં આત્મશાંતિ અને આત્માને આનંદ મેળવવા જે જે દુખે આવશે તે સહન કરીશ. તીર્થયાત્રાઓ કરીશ અને એ તીર્થ સલીલમાં મારા આત્માને નિર્મળ કરી પ્રભુ મહાવીરના શાસનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com