________________
: ૨} :
જિનઋધિસૂરિ જીવન–પ્રભા
ખમા ખમા કરે છે. પિતા તુલ્ય ગુરુવય ના પ્રેમ અસીમ છે. વડીલ અસમા ગુરુભાઇ ઋદ્ધિકરણુજી તા યુવકને માટે પ્રાણ પાથરે છે. પશુ રામકુમાર તે। આ સમૃદ્ધિ સુખચેન અને સાહ્યમીથી મુંઝાઈ રહ્યા છે. જન્મથી ત્યાગ ભાવના અને શાંત પ્રકૃતિવાળા કુમારને યાંએ સાચુ' સુખ દેખાતું નથી. આજે તે આખરી નિર્ણય માટે મન તલસી રહ્યુ છે.
-
‘ ગુરૂદેવના કેવા અપ્રતીમ પ્રેમ છે! મોટા ભાઈ કેવા પ્રાણ પાથરે છે! આ મહાલય, આ સમૃદ્ધિ કેવી માયા લગાડી રહ્યાં છે! પણ એ સુખચેન માટે હું સજાયા નથી. મારે તા અમાધિત માક્ષ સુખ જોઇએ. બે વખત હું' આ મેહ-માયા છેડી ચાલી નીકળ્યા પણ મારા પરમ પૂજ્ય ગુરુયે મને શેષી કાઢયા. હવે તે દૂરદૂર નીકળી જાઉં" તે કેવું સારૂં' ! હું અધિષ્ઠાયક દેવ ! હું ત્રિલાકના નાથ ! મને માર્ગદર્શન કરાવે. ખસ એ જ માગ ઉત્તમ છે. મારું સ્વપ્ન એ જ દર્શાવે છે. મારે તીથ યાત્રાએ જવુ'. તીર્થાધિરાજ મને પેાતાની સુતિપાંખમાં લેશે, મારા બેડાપાર થઇ જશે. મને આ દેખાતાં સુખચેન કરતાં આત્મકલ્યાણકારી શાંતિ મળશે જ મળશે,’
ચાલ્યા જવાના વિચારો તા ધેાળાઈ રહ્યા હતા પણ કાં જવું તે પ્રશ્ન હતા. એ દિવસ પહેલાં એક મધુરું સ્વપ્ન આવ્યું હતું, સ્વપ્નમાં તીથયાત્રાના સંદેશ મળ્યા હતા. શત્રુ’જય અને ગિરનારના સભ્ય જીનાલયા અને ચમત્કારી મૂર્તિ એના દર્શનની ઝાંખી થઈ હતી. અધિષ્ઠાયક દેવે જ માર્ગદર્શન આપ્યું ન હોય તેમ મુંઝવણુના ઉકેલ મળી જતાં આજે આખરી નિણૂય માટે તાલાવેલી લાગી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com