________________
છે ૨૪ :
* જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
વારસ તે જ છે પણ તેઓ મારા તરફના પ્રેમભાવને લીધે મને આ બધું વળગાડીને ચાલ્યા જાય તે ! હું શું કરું ! જવાબદારી કેવી રીતે ઉપાડી શકીશ! મારૂં ગજું નહિ. એ ભાર મારાથી ઉપડે જ નહિ. હું તો અલિપ્ત જ રહીશ.”
આવા આવા વિચારો આવતા ને મન મુંઝાઈ ઉઠતું.
પછી તે ચૂરૂ છેડવા નિર્ણય કર્યો. ચાલી પણ નીકળ્યા પણ અનુભવ નહિ, કંઈ જોયેલું નહિ, બહાર કઈ વખત ગયેલા નહિ તેથી ગભરાયા અને કયાં જવું તેમ વિચાર કરે છે ત્યાં તે યતિ–વર્ય પુનમચંદજીએ મોકલેલ ઉંટ ઉપર આવેલા માણસે પકડી પાડ્યા. લાચાર થઈ પાછા આવ્યા. યતિ–વચ્ચે ખૂબ સમજાવ્યા. શિખામણ આપી અને હવે બાળક બુદ્ધિ કરી કેઈ દિવસ ન જવા માટે ચેતવણી આપી. - હવે તે યતિ-વર્ય પુનમચંદજી ચાંપતી દેખરેખ રાખતા હતા, કેઈ કામ માટે તેમને એકલાને મેકલતા નહિ, નજીકમાં ગયા હોય અને જરા વિલંબ થાય તો તુરત પાછળ માણસ એક જ હોય. આમ રામકુમારજી તે પૂર જાપતામાં રહેવા લાગ્યા. મન તે મુક્ત થવા તલસતું, અને તક મળે તે ઉડી જવા માટે ઝંખતું પણ છેડે વખત તે કસોટીમાં ગયો. પછી જરાક જાપતે એ છે અને સમયની પ્રતિક્ષા કરવા લાગ્યા. તેજસ્વી આત્માને ગાદીની સંપત્તિમાં અકળામણ થવા લાગી. ફરી બે વાર ચાલ્યા ગયા અને બનેવાર યતિશ્રી પુનમચંદજી
ધાવીને ચૂરૂ લઈ આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com