________________
૧૬
જિનમાર્ગનું જતન શ્રી મુનશીજીનાં આ લખાણોની સામે તે કાળે જેનોએ વિરોધ પણ ઠીક-ઠીક જગાવ્યો હતો, અને અનેક રીતે એમના એ કૃત્ય પ્રત્યે પોતાનો અણગમો પ્રદર્શિત કર્યો હતો. પણ એ બધાનું કશું જ પરિણામ ન આવ્યું, અને એ પુસ્તકો એમ ને એમ વંચાતાં-છપાતાં રહ્યાં. એની અત્યારે પણ નવી-નવી આવૃત્તિઓ છપાતી જાય છે; વધારામાં એને વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં પણ સ્થાન મળી જાય છે અને વાંચનારાઓ અને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના અંતરપટ ઉપર જેનોની – જૈન નરવીરોની (ભલે ઇતિહાસની નજરે ખોટી) હલકી છાપ પડ્યા જ કરે છે.
છેલ્લે-છેલ્લે જાણવા મળ્યું કે હવે તો શ્રી મુનશીની નવલકથા ગુજરાતનો નાથ' ફિલ્મ રૂપે ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. એટલે હજુ કંઈક અધૂરી રહી ગયેલી જેન નરવીરોની હલકાઈ પૂરી થઈ જાય અને ઉદયન જેવા ધર્મવીર અને રણવીર મહામંત્રીનું જીવન ડરપોક, પ્રપંચી અને ચારિત્રહીન પુરષ તરીકે જગબત્રીસીએ ચડી જાય ! એક સમર્થ પુરુષના જીવનના ભોગે પ્રેક્ષકો બે ઘડી હાસ્ય કે તિરસ્કારની લાગણીની મોજ માણી લેશે; કેવું દુર્ભાગ્ય !
ગુજરાતનો નાથ' રૂપેરી પડદે ઊતરવાના સમાચાર મળ્યા પછી આપણા જાણીતા સાક્ષર શ્રી જયભિખ્ખએ મહામંત્રી ઉદયન અંગે એતિહાસિક તેમ જ બીજાં પ્રમાણોથી અને યુક્તિથી ભરપૂર એક વિસ્તૃત લેખ “શ્રી જૈન-સત્ય...કાશ' માસિકના ૧૯૫૧ના ફેબ્રુઆરી તથા એપ્રિલ માસના મળીને બે અંકોમાં લખ્યો છે, અને ત્યાર પછીના મે માસના અંકમાં “મૃત્યુ-મહોત્સવ' નામે કથા લખીને એમાં મહામંત્રીના ભવ્ય જીવવની રૂપરેખા રજૂ કરી છે. આ રીતે તેમણે જેમ થોડાક મહિનાઓ પહેલાં શ્રી વૃન્દાવનલાલ વર્મા લિખિત “હંસ-મયૂર' પુસ્તકને પાઠ્યક્રમમાંથી દૂર કરાવવાની ફરજ પડે એવી સચોટ સામગ્રી એ પુસ્તકની વિરુદ્ધમાં તૈયાર કરી આપી હતી, તેમ શ્રી મુનશીજીએ વિકૃત રીતે રજૂ કરેલ ઉદયન મંત્રીના ચિત્રણની સામે ધરી શકાય એવી સામગ્રી સમાજ સમક્ષ રજૂ કરી છે એ વાતની નોંધ લેતાં ખૂબ આનંદ થાય છે.
મહામંત્રી ઉદયન અંગે પોતાના એ લેખમાં નિર્દેશ કરતાં શ્રી જયભિખુ લખે
“મહામંત્રી ઉદયન ભલે મૂળ મારવાડી (શ્રીમાલથી આવેલા) હોય, પણ એ ય મહાગુજરાતી હતા, ગુજરાતના જ થઈને જીવ્યા હતા, ને ગુજરાતના વિજયમાં પ્રાણ અર્યા હતા. ગુજરાતના સુવર્ણયુગના તેઓ એક સમર્થ ચિંતક, બાહોશ મુત્સદી, અજોડ યોદ્ધા હતા, ને ગુર્જર ચક્રવર્તીઓ સિદ્ધરાજ જયસિંહ ને મહારાજ કુમારપાળના ખાસ વિશ્વાસુ હતા. તેમણે અને તેમના પુત્રોએ સમસ્ત ભારતવર્ષમાં – સાહિત્યમાં અને શૌર્યમાં – ગુજરાતનું મોં ઉજ્વલ રાખવા આખું જીવન અર્પણ કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org