Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. પાપાનુબધિ પુણ્ય ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા. એક મોટા શહેરને વિષે વિશ્વભૂતિ નામને બ્રાહ્મણ રહેતે હતું. તેને આગલા ભવે સંચિત કરેલ અજ્ઞાનકષ્ટરૂપ લૌકિક ધર્મના ફળ તરીકે પાપાનુબલ્પિ પુણ્યના ઉદયથી જે જે ધંધે કરે તેમાં ભારે તડાકે પડતું હતું. પાંચ રૂપિયાને નફે ધાર્યો હોય તેમાં પચ્ચીસ રૂપિયાને નફે આવીને ઉભો રહે. વધારે તે શું પણ જ્યાં ખેટ જશે એમ ધાર્યું હોય ત્યાં પણ લાભ થાય. આ પ્રમાણે ધંધો કરતાં તે લાખ રૂપિયાને ધણી થયે, પરંતુ પ્રકૃતિથી જ તે બહુ લેબી હેઈ કોઈને કોણી કેડી સરખી પણ આપતે નહિ. અરે ! દાનની વાત માત્રથી પણ તે ગુસ્સે થતું. ઘરે પણ ધાન્ય સંધુ અને હલકું જેનેજ લાવતે અને હલકી કિંમતના તથા જાડાં કપડાં પહેરતે, હંમેશાં તેલજ ખાતે, ઘી તે ફક્ત કોઈ મેટા દિવસેજ લાવતે અને તે વખતે પણ સહેજ જ વાપરતા. પિતાના છોકરાઓ ભેજન કરતાં હોય ત્યારે કેળિયા ગણતે. તેને ચાર છોકરા હતા. તેમને પણ હમેશાં પિતાની હકુમત નીચે જ રાખતે, તેમને કેઈને સહેજ પણ સત્તા આપતે નહિ; પિતાનું કહેલું કામ કરવાને તેમને હુકમ હતે. જો તેમાં કાંઈ વધારે ઓછું કરે તે ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતે. મળી શકે તેવી એક કોડી માટે પણ તે માથું ફેડીને લીધે છુટકે કરતે, તેટલું પણ તે જવા દેતે નહિ. સવારના પહોરમાં તેનું નામ પણ કઈ લેતું નહિ. આ કંજુસનો રાજા હજારનો વેપાર કરતો અને વ્યાજે પૈસા ધીરતે. હવે તેજ શહેરમાં દેવભદ્ર નામનો એક શેઠ રહેતું હતું. તે શેઠને વિશ્વભૂતિએ હજાર રૂપિયા વ્યાજે ધીરેલા હતા. કેટલેક