Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ્રથમ પલ્લવ. 15 સાંસારિક સુખ તથા ધર્મ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્રેષ્ટિ તથા તેની સ્ત્રી છેવટ સુધી ધર્મનું આરાધન કરી શ્રી જૈનશાસનની ઉન્નતિ કરી શાંતપણે મરણ પામી ચેથા દેવલેકે મિત્રદેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી એવી વિદહમાં અવતરી પરમપદને પામશે. ઇતિ ગુણસાર શ્રેષ્ટિ કથા. આ પ્રમાણે આગમમાં વર્ણવેલ વિધિ અનુસાર ધર્મનું આરાધન કરનારને આ ભવ તથા પરભવમાં પ્રબળ પુણ્યના ઉદયથી ધર્મ કરવાની ઈચ્છા અખંડ રહે છે. કર્મની ગતિ વિચિત્ર હોવાથી કદાચ પાપકર્મ ઉદયમાં આવતાં સાંસારિક સુખ નાશ પામે છે, પરંતુ ધર્મ કરવાની ઇચ્છા તે નાશ પામતી જ નથી. તે તે ઉલટી વધ્યાંજ કરે છે. અને મિથ્યા શ્રદ્ધાથી અથવા નિચાણું વિગેરે કરવાથી વિરાધેલ ધર્મ પ્રવૃત્તિ કર્મની નિર્જરાને માટે : થતી નથી, તેથી તે પાપાનુબલ્પિ પુણ્યને બંધ થાય છે. તે ઉદયમાં આવતાં વિષય કષાય પ્રબળ થાય છે અને ધર્મ કરવાની ઈચ્છા તે થતી જ નથી. તે માણસ જેમ જેમ નવાં પાપ કરતે જાય છે તેમ તેમ પૂર્વના પાપાનુબન્ધિ પુણ્યથી લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થાય છે. અને કોઈ વખત સત્સંગ વિગેરેથી ધર્મ કરવાની ઈચ્છા થાય છે તે પણ ધર્મ કરી શકતા નથી, અંતરાય કર્મના વેગથી ઉલટ દુઃખમાં પડે છે અને તે દુઃખથી પેદા થયેલી દાનાદિ ધર્મ કરવાની ઈચ્છી નાશ પામે છે. જે પાછી ધર્મ આચરવાની ઈચ્છા કરે છે તે તે દુઃખ નાશ પામે છે. આ પ્રમાણે પૂર્વે ધર્મ વિરાધનાર માણસનું પુન્ય, પાપની વૃદ્ધિ કરનારૂં જ બને છે તે ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણનું દષ્ટાંત કહે છે.