________________
“શ્રીમદ્રાજચંદ્ર–એક સમાલોચના
1
ઉહ
સર્વવિદિત છે, પણ શ્રીમદ પિતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળે ચારે પુરુષાર્થને આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬). એ કરતાં પણ વધારે સરસ અને પકવ કલ્પનાબળ તે જુવાન ઉંમરે, પણ તેમના જીવનકાળના હિસાબે ત્રીસ વર્ષને ઘડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનું પૃથકકરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિબ્રમનો દાખલે, જે સર્વત્ર બહુ જાણીતો છે, તેની સાથે ઘૂચવાળા અને ઘૂચ વિનાના સૂતરના દાખલાને ઉમેરી તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક અંતર જે પ્રગટ કર્યું છે, [ ૭૦૪-(૩)] તે તેમની અંત સુધી દૃષ્ટાન્ત ધટાવી અર્થ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પના ચાતુરી સૂચવે છે. *
તર્કપટુતા શ્રીમદમાં કેવી સુકમ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણોમાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલાઓ ટાંકું : સતરમાં વર્ષના પ્રારંભમાં મૂછને દોરેય કૂટયો નહિ હોય, ત્યારે કોઈને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહિ કરેલ કુમાર રાજચંદ્ર “મોક્ષમાળા માં (૮૬–૯૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એ છે કે કઈ સમર્થ વિદ્વાન મહાવીરની યોગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની. અસાધારણતા વિષે શંકા લઈ શ્રીમદને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ નાસ્તિ, આદિ નો કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી, ધ્રુવવ છે અને નથી–એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જે પરસ્પર વિરુદ્ધ એવા ઉપાદ, નાશ અને ધ્રુવ તેમ જ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ઘટે તે અઢાર દે ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દે તેમની સામે મૂક્યા છે, તે જ એ વિદ્વાનની સમર્થતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દેનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફેંદયાં. પછી પણું, મને યાદ છે ત્યાં સુધી, હું પિોતે પણ એ શ્રીમદના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચું છું. આ દોષો સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા અને તેમના પિતાના શબ્દો ટાંકીને કહું તે “મધ્ય વયના ક્ષત્રિય કુમાર” ની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદે પોતાની તદ્દન અલ્પજ્ઞતા. પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મકકમ હદયે માત્ર તર્કબળથી બીડું ઝડપ્યું છે અને એમને એવી ખૂબીથી, એવી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે, અને બધા. જ વિરેધજન્ય દોષને પરિહાર કર્યો છે કે વાંચતાં ગુણાનુરાગી હૃદય તેમની સહજ તર્કપટુતા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તર્ક રસિકે એ આખો સંવાદ એમના જ શબ્દોમાં વાંચો ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org