________________
ર૪
ચૌદ ગુણસ્થાન ઈશાન ક૯૫ સુધી હોય છે, અને આગળની કલ્પમાં જઘન્યથી પણ સાગરોપમની સ્થિતિઓ શરૂ થાય છે. ત્યારે યુગલિકે તો ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા છે.
અને તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અસંખ્યવર્ષના આયુષ્યવાળા ખેચર તિર્યંચ પંચૅકિય અને અંતઠપ વર્તી (દાઢાઓ ઉપર વસતા) યુગલિક તિર્યંચ તથા મનુષ્યો તે ભુવનપતિ અને વ્યંતર એ બે નિકાયમાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યોતિષી કે સૌધર્મ–ઈશાને નહિ. કારણ કે જ્યોતિષીમાં તે જઘન્યથી પણ જધન્ય સ્થિતિ પોપમના આઠમા ભાગની અને વૈમાનિકમાં સૌધર્મો પલ્યોપમની કહી છે. ત્યારે ઉકત યુગલિક જીવની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તેથી તેને તુલ્ય અથવા હીન સ્થિતિ પણે ત્યાં મળી શકતું નથી.
હવે શેષ એક પોપમના આયુષ્યવાળા યુગલિક (તે હૈમવત એરણ્યવત ક્ષેત્રના), બે પલ્યોપમ આયુષ્યવાળા (તે હરિવર્ષ–રમ્યકક્ષેત્રના), ત્રણ પાપમ આયુષ્યવાળા (તે દેવકર ઉત્તર કુરૂક્ષેત્રના તથા સુષમ સુષમ આદિ આરામાં યથાયોગ્ય અસંખ્યાત આયુષ્યવાળા ભરત એરવત ક્ષેત્રવતી યુગલિક મનુષ્ય તિર્ય ) ભવનપતિથી માંડી યથાસંભવ ઈશાનક૯૫ સુધી ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે નિજાયુષ્ય તુલ્ય સ્થિતિ સ્થાન ત્યાં સુધી છે. તેથી ઉપરના કલ્પે સર્વથા નિષેધ સમજી લે.
એ પ્રમાણે સમૂચિ૭મ તિર્યચે ભવનપતિ તથા વ્યંતરને વિષે ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યોતિષ્ઠાદિ (સૌધર્મ, ઈશાન) નિકાયમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે તેઓનું ઉપજવું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે આયુષ્યવાળા દેવોમાં હોય છે.
અધ્યવસાય અનુસાર ગતિ
અસુરકુમારાદિ ગતિ બાળ તપ અજ્ઞાનપણે કરાતો હોવાથી તે શૂન્ય ગણાય છે. બાળ તપ જિનેશ્વર ભગવાનના માર્ગથી વિપરીત, તાતત્વ, પયારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com