________________
ગુણસ્થાનનું સ્વરૂપ
દેવ ગુરુ અને ધર્મનું, જાણું શુદ્ધ સ્વરૂપ, જાણી ક્રમ ગુણસ્થાનને, પ્રગટ શુદ્ધ રૂપ,
આપણું અંતિમ લક્ષ્ય મેક્ષપ્રાપ્તિનું છે. મોક્ષપ્રાપ્તિ એટલે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ. દેવનું સ્વરૂપ એ જ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. માટે દેવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે.
મોક્ષપ્રાપ્તિનો માર્ગ એ ધર્મ. માટે ધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. અને ધર્મને માર્ગ ગુરુ બતાવે છે માટે ગુરુનું સ્વરૂપ પણ જાણવું આવશ્યક છે કે જેથી ઊંધે ખેાટે માર્ગે ચડી જવાય નહિ.
મિથ્યાત્વમાંથી છૂટીને મોક્ષની પ્રાપ્તિ કરવા સુધીને આધ્યાત્મિક વિકાસક્રમ એ જ ગુણસ્થાનને કમ. માટે ગુણસ્થાનનું જ્ઞાન દરેક મુમુક્ષુ માટે આવશ્યક છે.
માટે અહીં પહેલાં ગુણસ્થાનની વ્યાખ્યારૂપ સામાન્ય વિવેચન કરીને પછી દરેક ગુણસ્થાનનું વિસ્તારથી અલગ અલગ વર્ણન કરીશું.
ગુણસ્થાન એટલે આત્માના ગુણનું સ્થાન અથવા આત્માના ગુણની અવસ્થા. અહીં ગુણનો અર્થ “આત્માના વિકાસને અંશ” એમ ગણવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com