________________
૧૧૨
ચૌદ ગુણસ્થાન પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૧૭ કર્મપ્રકૃતિઓને ઉદય છે. તેમાંથી મિથ્યાત્વ, આતાપ, સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણુએ પાંચને મિથ્યાત્વના અંતે વિચ્છેદ થવાથી તથા નરક ગત્યાનુપૂર્વી પ્રકૃતિને ઉદય નહિ હોવાથી એ મળીને કુલ છ પ્રકૃતિ બાદ જતાં બાકી ૧૧૧ કર્મ પ્રકૃતિઓને સાસ્વાદન ગુણસ્થાનમાં ઉદય હેય છે.
કુલ ૧૪૮ કર્મપ્રકૃતિમાંથી તીર્થકર નામ કર્મપ્રકૃતિ સાસ્વાદન ગુણસ્થાનમાં સત્તામાં હોતી નથી તેથી તે બાદ જતાં સાસ્વાદન ગુણ સ્થાનમાં ૧૪૭ પ્રકૃતિની સત્તા હોય છે.
કેટલાક માને છે કે આહારક શરીર તથા આહારક અંગોપાંગ એ બે કર્મપ્રકૃતિઓ પણ સાસ્વાદન ગુણસ્થાનમાં સત્તામાં હોતી નથી. તેથી તે પણ બાદ જતાં સાસ્વાદન ગુણસ્થાનમાં ૧૪૫ કર્મપ્રકૃતિઓની સત્તા હોય છે.
સાસ્વાદન ગુણસ્થાનમાં મરણ કરીને નરકગતિ ઉત્પન્ન થતા નથી.
સાસ્વાદન ગુણસ્થાનમાં ત્રણ ભાવ હોય છે–ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિક. ચારિત્ર ગુણ, ક્રિયા ગુણ, યોગ ગુણ તથા પ્રદેશ– આદિ ગુણે તે ઔદયિક ભાવ છે. અનંતાનુબંધીના ઉદયથી આ ગુણસ્થાનમાં આવેલ છે તે પણ ઔથિક ભાવ છે. શ્રદ્ધા ગુણનું પરિણામિકભાવથી મિથ્યાત્વમાં પરિણમન કરેલ છે તેથી શ્રદ્ધાની અપેક્ષાથી પરિણમિકભાવ છે.
આ ગુણસ્થાનમાં ચારે ગતિના જીવ હોય છે.
આ ગુણસ્થાનમાં આત્તરૌદ્ર એ બે ધ્યાન, ૨૫ કષાય, ૩ કુરાન, ૧ અસંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા વગેરે પહેલા ગુણસ્થાન પ્રમાણે હેય છે.
શમિક અને
તે
દયિક ભાગ છે, ભાવ છે. શ્રદ્ધા સર
ભાવ છે. એન. ગ ગુણ
માં આવેલ છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com