________________
૧૪૮
ચૌદ ગુણસ્થાન
જે વનસ્પતિમાં અનંત છવ રાશિ છે જેમકે કદા બટાટા વગેરે કંદમૂળ તથા જે વનસ્પિતિ ખાવાથી શરીરમાં બાધા ઉત્પન્ન થવાને સંભવ છે જેમકે અજાણ્યા ફળ, ભાંગ, અફીણ, વગેરે કેફ ઉત્પન્ન કરે તેવા પદાર્થો તે અભક્ષ્ય સ્થાવર કહેવાય છે. આ અભંથી જીવદયા તથા સંયમભાવની વિરાધના ન થાય એવા લક્ષ્યથી, ઉદાસીન શ્રાવક અભક્ષ્ય ખાવાને રાગ છોડી દીએ છે.
જેમાં પ્રત્યક્ષ ત્રસ જીવ જેવામાં ન આવે પરંતુ આગમ પ્રમાણથી જેમાં ત્રસ જીવે છે તેવા પદાર્થ તથા જેમાં પ્રત્યક્ષ ત્રસ જીવ જોઈ શકાય તેવા પદાર્થોને ત્રણ અમૂલ્ય કહે છે, જેમકે –
પાણીને ગાળ્યા પછી બે ઘડી સુધી તેમાં ત્રસની ઉત્પત્તિ થતી નથી. એવું પાણી બે ઘડી પછી અભક્ષ્ય થઈ જાય છે. પાણી ગાળ્યા પછી તેને સાધારણ ગરમ કરવાથી અથવા તેમાં કંઈ મસાલો નાખી તેને રંગ બદલવાથી તે પાણી બે પ્રહર એટલે છ કલાક સુધી ભય છે. પછી તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે, તેથી અભક્ષ્ય થઈ જાય છે.
ઉકાળેલું પાણી ૮ પ્રહર એટલે ૨૪ કલાક સુધી ભક્ય છે. ત્યારપછી તેમાં ત્રસ જીવ ઉત્પન્ન થાય છે તેથી તે અભક્ષ્ય થઈ જાય છે.
અત્યારે કેટલાક લોકો સાધારણ ગરમ કરેલા પાણીની મર્યાદા ચાર પ્રહરની એટલે બાર કલાકની માને છે તે ભૂલ છે.
રાંધેલી ચીજો, તળેલી ચીજો, મીઠાઈ વગેરે અનેક જાતના ખાદ્ય પદાર્થો થોડો વખત સુધી ભક્ષ્ય રહે છે તે મર્યાદા જાણીને શ્રાવક મર્યાદા બહારની ચીજોને અભક્ષ્ય ગણી તેને ત્યાગ કરે છે. વિસ્તાર ભયથી અહીં તે સર્વ ચીજોની વિગત આપી શકાઈ નથી.
બીજી જાણવા જેવી હકીકત દેશવિરતિની સ્થિતિ ઉત્કૃષ્ટથી દેશ ઊન પૂર્વ કોડ વર્ષ પ્રમાણ છે. આઠ વર્ષની વય થાય ત્યારે જ દેશવિરતિ કે સર્વ વિરતિના પરિણામ પ્રાપ્ત થાય છે. એવો નિયમ છે. તથા ઉત્કૃષ્ટથી પૂર્વડ વયના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com