________________
બારમું ક્ષીણમેહ વીતરાગ છવાસ્થ ગુણસ્થાન २०७
બીજી જાણવા જેવી હકીકતો બારમા ક્ષીણ ગુણસ્થાનમાં પ્રવેશ કરતી વખતે થોડા સમય સુધી પૃથકત્વ વિતર્ક વિચાર શુકલધ્યાન હોય છે. પછી બીજું એકત્વ અવિચાર શુલ ધ્યાન હેાય છે અને તે આ ગુણસ્થાનના અંત સુધી રહે છે. અને તે સમાપ્ત થતાં જ કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થાય છે અને ભાવ મન નષ્ટ થાય છે.
આ ગુણસ્થાનને જઘન્ય તથા ઉત્કૃષ્ટકાળ અંતમુહૂર્તને છે. આ ગુણસ્થાનમાં બંધ એક માત્ર સાતા વેદનીય હોય છે.
આ બારમા ગુણસ્થામાં ૫૭ કર્મપ્રકૃતિઓને ઉદય હેય છે. તે આ પ્રમાણે–અગીઆરમાં ગુણસ્થાનમાં ૫૯ પ્રકૃતિઓને ઉદય છે તેમાંથી વજનારાચ તથા નારાચ સઘયણ એ બે પ્રકૃતિઓ વિચ્છેદ જવાથી બાકીની ૫૭ પ્રકૃતિને ઉદય છે.
બારમા ગુણસ્થાનમાં સત્તા ૧૦૧ કમ પ્રકૃતિની છે તે આ પ્રમાણેદશમા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીવાલાને ૧૦૨ પ્રકૃતિની સત્તા છે તેમાં સંજ્વલન લેભ વિચ્છેદ જતાં બાકી ૧૦૧ પ્રકૃતિઓની સત્તા છે.
બારમા ગુસ્થાનમાં સંજ્ઞી પંચેન્દ્રિય, અપગત સંજ્ઞત્વ, મનુષ્યગતિ, પચેદ્રિય જાતિ, ત્રસકાય, નવમાંથી કોઈ એક ગ, ગત વેદવ, અકષાયત્વ, જ્ઞાન ૪, યથાખ્યાત ચારિત્ર, દર્શન ૩–૨ ઉપયોગથી એક, શુકલ લેશ્યા, ભવ્યત્વ, ક્ષાયિક સમ્યકત્વ હોય છે.
બારમા ગુણસ્થાનમાં ગતિ વેશ્યા અને અસિદ્ધિત્વ નામના ઔદયિક ભાવ છે એટલે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, ગગુણ, અવ્યાબાધગુણ, અગુરુલઘુ ગુણ તથા સૂક્ષ્મત્વ ગુણ ઔદયિક ભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધાગુણ તથા ચારિત્રગુણ ક્ષાયિક ભાવથી પરિણમન કરે છે. જ્ઞાનગુણ, દર્શનગુણુ, વિર્યગુણ, ક્ષાપક્ષમ ભાવથી પરિણમન કરે છે. આ ગુણસ્થાનમાં પથમિક ભાવ હેત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com