________________
૨૧૦
ચૌદ ગુણસ્થાન
=
=
=
=
=
આ = મર્યાદા. જિક = વ્યાપાર કરણ = ક્રિયા.
એટલે કે કેવળીની દષ્ટિરૂપ મર્યાદા વડે અત્યંત પ્રશસ્ત મન વચન કાયાને વ્યાપાર તે આયોજિકાકરણ કહેવાય છે. જો કે કેવળી મહારાજના યુગને વ્યાપાર પ્રશસ્ત જ હોય છે છતાં એવી વિશિષ્ટ યોગ-વૃત્તિ થાય છે કે જેની પછી સમુઘાત અથવા યોગના નિધરૂપ ક્રિયાઓ થાય છે.
કેટલાએક આચાર્યો આયોજિકાકરણને આવર્જિતકરણ એવું નામ આપે છે. તેને અર્થ તથાભવ્ય સ્વરૂપ પરિણામ વડે મેક્ષગમન પ્રત્યે સન્મુખ કરાયેલ આત્માને અત્યંત પ્રશસ્ત યોગ વ્યાપાર તે આવર્જિતકરણ કહેવાય છે.
બીજા કેટલાએક આયા આયેજિકા કરણને આવશ્યક કારણ કહે છે. અવશ્ય કરવા યોગ્ય ક્રિયાને આવશ્યક કરણ કહેવાય છે. અત્યંત પ્રશસ્ત મન વચન કાયાના વ્યાપારરૂપ ક્રિયા અવશ્ય કરવા યેય છે માટે તે આવશ્યક કરણ કહેવાય છે.
આજિકા કરણ કર્યા પછી જે કેવળી મહારાજને તેમનું આયુષ્ય જેટલું બાકી છે તેનાથી વેદનીય આદિ કર્મોની સ્થિતિ અધિક હેય તે તે કર્મોને સમાન કરવા માટે સમુદ્દઘાત કરે છે. સમુદ્ધાતમાં વેદનીય આદિ કર્મોની વધારાની સ્થિતિ અને પરમાણુઓનો નાશ કરી અવશિષ્ટ આયુષ્ય સાથે જ તે કર્મો ભેગવાઈ જાય એમ કરે છે. આ સમુદ્દઘાત અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે જ થાય છે.
જો તેમ ન કરે તે આયુષ્યકર્મ સમાપ્ત થાય અને વેવનીય આદિ બીજા કર્મ બાકી રહી જાય. માટે કર્મોને પ્રદેશ અને સ્થિતિ વડે
સમાન કરવા માટે કેવળજ્ઞાની સમુઘાત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com