________________
૨૩૦
ચૌદ ગુણસ્થાન
૨૦. અણુવકખવત્તિયા ક્રિયા-હિંસામાં ધર્મ દર્શાવે, તપ સંયમ વગેરે મહિમા માટે કરે, તે પ્રમાણે આ લેક તેમ જ પરલેક વિરુદ્ધ કામો કરવાથી ક્રિયા લાગે છે.
૨૧, અણુપયોગવત્તિયા કિયા-અસાવધાનપણે સાવદ્ય ભાષા બેલે, ગમનાગમન કરે, શરીર સંકેચે-પ્રસારે તથા બીજા પાસે કામ કરાવતાં હિંસા થાય તે.
બીજો અર્થ એવો પણ કર્યો છે કે-બે વસ્તુને સંજોગ મેળવી આપવાથી પિતે દલાલી કરે તેથી લાગે તે ક્રિયા. સ્ત્રી-પુરુષ, ગાયબળદ આદિનો સંયોગ મેળવી આપે તે સજીવ અણુવયોગવત્તિયા; અને કરિયાણા, ભૂષણ, વસ્ત્રાદિની દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે, અજીવ અણુવયોગપત્તિયા. પાપકર્મની દલાલીથી બચવું જોઈએ.
૨૨. સામુદાણિયા કિયા–સામુદાય એટલે ઘણુ જણ મળીને એક કાર્ય કરે તેની ક્રિયા લાગે છે. કંપની કરી વેચાણ કરે, ભેળા મળી નાટક જુએ, મંડળ બંધાઈ સોદા કરે, ટોળે મળી પાટ-ગંજીપાની રમત રમે, હજારો માણસો ભેળા મળી ફાંસીની શિક્ષા જુએ, બધા મળી વેશ્યાને નાચ જુએ–આવા બધા પ્રસંગોમાં સામુદાણિયા ક્રિયા લાગે. આવા પ્રસંગમાં બધા ભેળા મળેલા માણસેના એક સરખા પરિણામ અને વિચારધારા હોય છે તેથી એક સાથે કર્મને બંધ પણ પડે છે અને તેના ફળ પણ સામુદાયિક મળે છે, જેમ કે વહાણ કે આગબોટમાં બધા સાથે ડૂબે, એરલાઈન તૂટતાં બધા સાથે મરે, લેગ મરકી આદિ ભયંકર રોગમાં બધા સાથે સપડાય, ધરતીકંપમાં ઘણું માણસે સાથે મૃત્યુ પામે કે દુઃખ પામે વગેરે.
સામુદાણિયા ક્રિયાના ત્રણ ભેદ, તે–
(૧) સાંતર–તે અંતરસહિત ક્રિયા કરે. બધા મળી અમુક કાર્ય કર્યા પછી છોડી દઈ પાછું ફરીથી કરે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com