________________
ગુરુસ્થાન દ્વાર
૨૨૯
૧૬. સલ્વિયા (નૈશિશ્વિકી)ક્રિયા-કઈ વસ્તુને યતના વિના નાખી દેવાથી લાગતી ક્રિયા. તેના બે ભેદ છે
૧. જીવ નેસભિયા–જીવોને ઉપરથી ફેંકી, તકલીફ ઉપજાવે તેથી લાગે તે.
૨. અજીવ નેસલ્વિયા-અજીવ વસ્તુ અયતનાથી ફેંકી દે તેથી લાગે તે.
૧૭, આણવાણિયા (આજ્ઞાપનિકા) કિયા–ધણીની આજ્ઞા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરે છે તથા કઈ વસ્તુ મંગાવવાથી ક્રિયા લાગે છે. તેના બે ભેદ–
૧. જીવઆણુવણિયા ક્રિયા–સજીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે ક્રિયા.
૨. અજીવ આણવણિયા ક્રિયા–નિર્જીવ વસ્તુ મંગાવવાથી લાગે તે ક્રિયા. બીજે પણ અર્થ કરે છે કે નેકર, મજુર વગેરે પાસે તેને માલિક હુકમ દઈને જે કામ કરાવે તેની માલિકને લાગે છે તે ક્રિયા.
૧૮. વેપારણિયા (વૈદારણિકા) ક્રિયા–કોઈ વસ્તુને વિદારે એટલે છેદન ભેદન ટૂકડા કરે તેથી ક્રિયા લાગે છે.
તેના બે ભેદ–
(૧) સજીવયારણિયા-શાક-ભાજી ફળ, ફૂલ, પશુ, પક્ષી વગેરે સજીવ વસ્તુના ટૂકડા કરવાથી લાગે તે.
(૨) અછવયારણિયા-વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડાં, ઈટ વગેરે તેડે અથવા કષાય વશ કકડા કરે તેથી જે ક્રિયા લાગે છે.
૧૯. અણુભગવત્તિયા (અનાભોગપ્રત્યયા) કિયા– ઉપયોગ રહિત એટલે અયતનાપૂર્વક કામ કરવાથી ક્રિયા લાગે છે. વસ્ત્રાપાત્રાદિ અસાવધપણે લીએમૂકે અથવા અસાવધાનપણે પૂજે તેથી લાગે તે ક્રિયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com