________________
૨૩૨
ચૌદ ગુણસ્થાન અને અનુભાગ બે બંધ પડતાં નથી, કેમકે કષાય રહિત કેવળ યંગ કર્મબંધક થતો નથી. આથી વીતરાગ દેવને પ્રથમ સમયે લાગેલાં સાતાવેદનીય કર્મપુગળ બીજે સમયે વેદી ત્રીજે સમયે નિર્જરી જાય છે અર્થાત આત્માથી દૂર થઈ જાય છે, ખરી પડે છે. તેને બે ભેદ–
(૧) છદ્મસ્થની ઈરિયાવહિયા ક્રિયા તે અગિયારમા અને બારમા ગુણસ્થાનવત છદ્મસ્થ વીતરાગ મુનિને શરીર હાલતાં લાગે છે.
(૨) કેવળીની તે તેરમા ગુણસ્થાન વતી સોગી કેવળી ભગવાનને હાલતાં ચાલતાં ક્રિયા લાગે છે.
એ પચીશ પ્રકારની ક્રિયામાંની કયા કયા ગુણસ્થાને કેટલી કેટલી ક્રિયા લખે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ તથા ૩–૨૪ ક્રિયા લાભે તે ઈવહિની ક્રિયા વજીને. ગુ, ૨ તથા ૪–૨૩ ક્રિયા લાભે તે ઈવહિની તથા મિથ્યાત્વ
એ બે ક્રિયા વને. ગુ. ૫–૨૨ ક્રિયા લાભે તે ઈર્યાવહિની, મિથ્યાત્વ, અવિરતિ એ
ત્રણ વર્જીને.
અહીં દેશવિરતિ છે માટે અવિરતિની ક્રિયા બંધ છે. ગુ, ૬-૬ ક્રિયા લાભે. તે આરંભિયા અને માયાવત્તિયા. ગુ. ૭ થી ૧૦–૧ ક્રિયા લાભે તે માયાવતિયા. ગુ. ૧૧ થી ૧૩–૧ ક્રિયા લાભે તે ઈરિયાવહિ. કારણ અહીં ક્રિયાને
અભાવ છે. ગુ, ૧૪–કોઈ ક્રિયા લાભે નહિ કારણકે અહીં કષાય નથી તેમ જ યોગનું પણ રૂંધન છે.
૫. સત્તા દ્વાર કર્મ આઠ પ્રકારના છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com