________________
૨૧૮
ચૌદ ગુણસ્થાન
અગી જિનકેવળીને એક ફકત આયુ પ્રાણ છે. કારણ કે તેમા ગુણસ્થાનના અંતે કાયપ્રાણ, વચનપાણુ તથા શ્વાસે શ્વાસપ્રાણ એ ત્રણ પ્રાણને પણ નાશ થઈ જાય છે એટલે ચૌદમાં ગુણસ્થાને ફક્ત આયુ પ્રાણુ જ બાકી રહે છે.
ચૌદમાં ગુણસ્થાનમાં કોઈપણ પ્રકૃતિને બંધ હોતો નથી. અહીં ઉદય કેવળી ભગવાનને ૧૧ પ્રકૃતિને છે તે આ પ્રમાણે છે –
વેદનીય પંચૅપ્રિયજાતિ ત્રસ આદેય મનુષ્ય ગતિ યશકીર્તિ બાદર ઉચ્ચગેત્ર મનુષ્ય આયુ સુભગ પર્યાપ્ત
અને તીર્થંકર ભગવાનને તીર્થંકર પ્રકૃતિ ઉમેરતા બાર પ્રકૃતિને ઉદય છે.
ચૌદમા ગુણસ્થાનમાં તેરમા ગુણસ્થાન પ્રમાણે જ ૮૫ પ્રકૃતિની સત્તા છે. પરંતુ દિયરમ સમયમાં ૭ર પ્રવૃત્તિઓની અને અંતિમ સમયમાં બાકીની ૧૩ પ્રકૃતિઓની સત્તા નષ્ટ થાય છે. ત્યારે કર્મને અત્યંત અભાવ થવાથી અહંન્ત પરમેષ્ઠીમાં સિદ્ધપર્યાય પ્રગટ થઈ જાય છે.
ચૌદમા ગુણસ્થાનમાં ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક ભાવ હોય છે અને સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક અને પરિણામિક ભાવ હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com