________________
તેરમું સગી કેવળી ગુણસ્થાન
૨૧૩
કેવળી ભગવંતે આ દશ બોલ સાથે વિચરે છે–(૧) યોગી, (૨) સશરીરી, (૩) સલેસ્પી, (૪) શુકલક્ષ્મી , (૫) યયાખ્યાત ચારિત્ર, (૬) ક્ષાયિજ્ઞમતિ, (૭) પંડિતવીર્ય, (૮) શુકલધ્યાન, (૪) કેવળજ્ઞાન અને (૧૦) કેવળ દર્શન. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ખને ઉત્કૃષ્ટ દેશ ઊણું પૂર્વકૅડી ગણાય છે. બીજા ત્રીજા શુકલધ્યાનના પાયાને ધ્યાયીને ચૌદમા ગુણસ્થાનકે પહેરો.
બીજી જાણવા જેવી હકીકત
આ ગુણસ્થાનના પહેલા સમયે ચાર ઘાતી કર્મોને ક્ષય થવાથી આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ) પ્રાપ્ત કરે છે. અને તે આત્મા જિનેન્દ્ર, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, સકળ પરમાત્મા, પ્રભુ, ઈશ્વર, ભગવાન વગેરે સંજ્ઞાથી સંબોધાય છે.
કેવળી ભગવાન ઔપચારિક કારણથી બે પ્રકારના કહેવાય છે–(૧). સામાન્ય કેવળી, (૨) તીર્થકર કેવળી.
કેવળી ભગવાનના વચનોગથી ભગવાનના સંપૂર્ણ પ્રદેશથી દ્વાદશાંગરૂપ વાણી ખરે છે. લેકમાં શબ્દ અસંખ્યાત છે. એ કઈ શબ્દ બાકી ન રહે કે જે ભગવાનની વાણીમાં ન આવે. આ કારણથી દિગંબરે ભગવાનની વાણીને અનફરી વાણી કહે છે.
કેવળી ભગવાનની વાણી અનેક ભાષાના રૂપમાં હોય છે, તેમની વાણીમાં બધી ભાષાના શબ્દો હોય છે કે જેથી દરેક જીવ ભગવાનની દેશના તેની પોતાની ભાષામાં સમજી શકે, આ કારણથી ભગવાનની વાણીને દિગંબરો ધ્વનિ કહે છે.
કેવળી ભગવાનનું શરીર પરમ ઔદારિક પરમાણુનું બની જાય છે અને સમયે સમયે ઔદારિક પરમાણુ ગ્રહણ કરે છે.
તીર્થકર કેવળી ભગવાનને મહાન પુણ્યને ઉદય હોય છે તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com