________________
તેરમું સગી કેવળી ગુણસ્થાન
યોગ, વીર્ય, શકિત, ઉત્સાહ, પરાક્રમ વગેરે પર્યાય શબ્દ છે. વેગ સહિત હોય તે સોગ. એટલે મન, વચન અને કાયાને વ્યાપાર
ગ જે કેવળીને હોય તે સગી કેવળી કહેવાય છે. આ ગુણસ્થાને ચાર ઘાતી કર્મોને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે.
આત્માના વિકાસને રોધક કમરૂપી મોટું સૈન્ય છે તેમાં મેહ એ સેનાપતિ છે. સેનાપતિ મેહ જયારે નાશ પામે ત્યારે તેના નાના મોટા સૈનિકની દૂરવસ્થા થાય છે. મોહના નાશ થવાથી બીજાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ ઘાતકર્મની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. અંતર્મુહૂર્ત પછી એ ત્રણેય ઘાતી કર્મોને નાશ થઈ જાય છે અને આત્મા નિરતિશય જ્ઞાન આદિ ગુણોને પ્રાપ્ત કરે છે. એ સમયમાં મન, વચન અને કાયાના ગની પ્રવૃત્તિ બંધ ન હોવાથી તે અવસ્થાને સાગી કેવળી અવસ્થા કહે છે.
કેવળજ્ઞાન એટલે સર્વાપણું, ચૌદ રાજલકને જોવાની સંપૂર્ણ શક્તિ, શુદ્ધ આત્મજ્ઞાન, સ્વભાવદશા. આ સ્વભાવ દર્શન આડું હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com