________________
તેરમું સગી કેવળી ગુણસ્થાન
૨૦૯
કોઈ પણ વિનિ, આવરણ રહ્યું નથી. આત્મભાવ શુદ્ધ સ્ફટિક મણિની પેઠે પ્રકાશી રહ્યો છે. આ વખતે આત્મા કેઈ અનેરો આનંદ ભોગવે છે તેનું વર્ણન કરવા કેઈ સમર્થ નથી.
આ સગી કેવળી ભગવાનને મગ, મન:પર્યવ જ્ઞાની અથવા અનુત્તર વિમાનના દેવ આદિએ મનઠારાજ પૂછેલા પ્રશ્નોના મન વડે જ ઉત્તર આપે ત્યારે પ્રવર્તે છે. તેમને વચનયોગ ધર્મદેશના આદિકાળે પ્રવર્તે છે અને કાયયોગ વિકાર, ગમનાગમન તથા નિમેષ ઉમેષ આદિમાં પ્રવર્તે છે.
અન્ય ક્ષેત્રમાં રહેલા મન:પર્યવ જ્ઞાની અથવા અનુત્તર વિમાન વાસી દેવ આદિ જ્યારે મન દ્વારા પ્રશ્ન કરે ત્યારે પ્રભુ તે પ્રશ્નને કેવળજ્ઞાન દ્વારા જાણી તેને જે જવાબ આપવાને હેય તેને અનુરૂપ મને વર્ગનું પરિણુમાવે છે. પરિણામ પામેલી તે મને વર્ગણુઓને મન:પર્યવજ્ઞાની અથવા અવધિજ્ઞાની પિતાના જ્ઞાન વડે જુએ છે, જોઈને તે મનેવણના આકાર દ્વારા અનુમાન વડે વિવક્ષિત વસ્તુના વિચાર સાથે આકારને નિયત સંબંધ હોવાથી આકાર દ્વારા બાહ્ય અર્થના વિચારને જાણે છે.
અંતમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મેક્ષમાં જાય તેઓ આશ્રયી સયોગી કેવળી ગુણસ્થાને અંતમુહૂર્ત જઘન્ય કાળ છે. અને પૂર્વ કોઠી વર્ષના આયુષ્યવાળા ગર્ભમાં સાત માસ રહી ઉત્પન્ન કરે તેઓ આશ્રયી દેશોન કેટી પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ છે.
આયોજિકાકરણ સઘળા સયાગી કેવળીઓ મેક્ષગમન સમયે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે સમુદઘાત કરવા પહેલાં આયોજિકારણ અવશ્ય કરે છે. આ જકારણનો અર્થ–
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com