________________
૧૬૮
ચૌદ ગુણસ્થાન તેમાં આહારક શરીર તથા આહારક અંગોપાંગને બંધ અહી છે તે ઉમેરતાં કુલ ૫૮ પ્રકૃતિને અહીં બંધ છે. પરંતુ સામાન્ય રીતે આ ગુણસ્થાનમાં કોઈ પણ આયુષ્યને બંધ પડતો નથી. જે છઠા પ્રમત્ત સંયત ગુણસ્થાનમાં દેવ આયુષ્યના બંધને પ્રારંભ કર્યો હોય અને બંધકાળમાં અપ્રમત્ત સંયત થઈ જાય તો તે દેવાયુષ્યને બંધ અહીં પૂર્ણ કરી દીએ છે. આ રીતે આ ગુણસ્થાનમાં દેવાયુષ્યના બંધ સહિત ૫૮ પ્રકૃતિને બંધ છે પણ જો દેવાયુષ્ય ન બધેિ તે ૫૮ પ્રકૃતિને બંધ છે.
આ ગુણસ્થાનમાં ઉદય ૭૬ પ્રકૃતિને છે તે આ પ્રમાણે-છઠ ગુણસ્થાનમાં ૮૧ પ્રકૃતિને ઉદય છે તેમાંથી નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા,
ત્યાદ્ધિ, આહારક શરીર, આહારક અંગોપાંગ એ પાંચનો વિચ્છેદ થવાથી બાકીની ૭૬ પ્રકૃતિએને અહીં ઉદય છે.
આ ગુણસ્થાનમાં સત્તા ૧૪૬ પ્રકૃતિની છે પરંતુ ક્ષાયિક સમ્યગદષ્ટિને ૧૩૮ પ્રકૃતિની સત્તા છે.
આ ગુણસ્થાનમાં ગતિ, લેશ્યા, અસિદ્ધવ નામને ઔદયિક ભાવ છે. એટલે પ્રદેશત્વ ગુણ, ક્રિયા ગુણ, યોગ ગુણ, અવ્યાબાધગુણ અવગાહન ગુણ, અગુરુલઘુગુણ તથા સૂક્ષ્મત્વ ગુણ ઔદયિક ભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધા ગુણ ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષાયિક ભાવથી અલગ અલગ જીવોની અપેક્ષાએ પરિણમન કરે છે. જ્ઞાનગુણુ, દર્શનગુણ, ચારિત્રગુણ, વીર્યગુણુ ક્ષયોપશમ ભાવથી પરિણમન કરે છે. જીવત્વ ભવ્યત્વ પારિણામિક ભાવ શક્તિરૂપ છે.
આ અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત, ૧૦ પ્રાણ, ૩ સંજ્ઞા, ૪ જ્ઞાન, ૪ દર્શન, મનુષ્યગતિ, પંચંદ્રિય જાતિ, ત્રસકાય, ૩ વેદમાં કેઇ એક વેદ હોય છે.
આ ગુણસ્થાનમાં સામાયિક, છેદે સ્થાપનીય અને પરિવાર વિશુદ્ધ એ ત્રણ ચારિત્ર હેય છે.
આ ગુણસ્થાનમાં ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એ ચાર સમતિ હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com