________________
નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન
૧૭૯
ગુણસ્થાનની અવસ્થામાં સમસમયે વર્તમાન જીવની શુદ્ધિની તરતમતાને આથી તેમના અસંખ્યાત ભેદ થઈ શકે છે. પણ નવમા ગુણસ્થાનની અવસ્થામાં તેમ નથી. તેમાં સમસમયમાં વર્તમાન જીવોની શુદ્ધિ એક સરખી માનવામાં આવી છે.
નિવૃત્તિ એટલે ભિન્નતા અને બાદર એટલે ધૂળ. રશૂળ કપાયની તરતમતાને આશ્રીને જ્યારે જીવોની ભિન્નતા સ્પષ્ટપણે કરી શકાય તે અવસ્થા નિવૃત્તિ બાદર ગુણસ્થાન, અને જે અવસ્થામાં સ્થળ કષાય આશ્રયી છની ભિન્નતા ન કરી શકાય તે અનિવૃત્તિ બાદર ગુણસ્થાન.
આમ બનવાનું કારણ એ છે કે જેમ જેમ કષાયની મંદતા થતી જાય છે તેમ તેમ અધ્યવસાય સ્થાન ઓછાં થતાં જાય છે. અને વિશુદ્ધિ વધતી જાય છે. આઠમાં ગુણસ્થાન કરતાં નવમા ગુણસ્થાનમાં વિશુદ્ધિ અધિક છે જ તેથી અધ્યવસાય સ્થાન ઓછાં થાય છે. અને ઓછાં થવાને લીધે સમકાલિન છના અધ્યવસાય સ્થાન એક જેવાં પ્રાપ્ત થાય છે.
આ નવમા ગુણસ્થાનમાં જ સ્પષ્ટપણે બે શ્રેણીમાં વિભક્ત થઈ જાય છે–(૧) ઉપશમક અને ક્ષેપક. અનિવૃત્તિ બાદર સંજવલન લોભ સિવાય ચારિત્રમોહનીયની વિશ પ્રકૃતિને સર્વથા ક્ષય કરે તે ક્ષેપક અને ઉપશમ કરે તે ઉપશમક કહેવાય છે.
ઉપશમ શ્રેણુવાળા જીવ મેહને દબાવતા જાય છે પણ સર્વથા નિર્મૂળ કરી શકતા નથી. જેમ કોઈ વાસણમાં ભરેલી વરાળ જ્યાંસુધી દબાઈ રહે ત્યાં સુધી તો ઠીક પણ જ્યારે તેને વેગ વધી જાય છે ત્યારે તે વાસણને પણ ઉડાડી મૂકે છે. અથવા જેમ રાખની નીચે ઢંકાયેલે અગ્નિ જરા હવા ચાલે કે તરત પ્રગટ થઈ પિતાનું પિત પ્રકાશે છે. અથવા પાણીની નીચે બેઠેલે કાદવ જરા ક્ષોભ થતાં તરતજ ઉપર આવી જાય છે. તેમ દબાયેલ મોહ પણ જ્યારે એ આધ્યાત્મિક યુહને દો જરા થાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com