________________
બારમું ક્ષીણમેહ વીતરાગ છવસ્થ ગુણસ્થાન
૨૦૩ ક્ષપક શ્રેણીનું કાર્ય મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ક્ષય કર એ ક્ષપક શ્રેણીમાં મુખ્ય કાર્ય છે. અને મોહનીય ક્ષય થતાની સાથે સાથે પ્રસંગે પ્રસંગે બાકીના સાત કર્મની પ્રકૃતિઓને પણ ક્ષય થતું જાય છે તે ગૌણ છે. ત્રણ કરણ,
ચારિત્ર મેહનીય ક્ષય કરવા માટે પ્રયત્ન કરતા આત્મા યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરે છે. તેમાં અહીં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકને યથાપ્રવૃત્તિકરણ, આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકને અપૂર્વકરણ અને નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને અનિવૃત્તિકરણ સમજવું.
યથાપ્રવૃત્તિકરણ–દનમોહનીયને ક્ષય કરવા માટે યથાપ્રવૃત્તિકણ કરે છે તેની વિગત અગાઉ અપાઈ ગઈ છે. તે પછી
અપૂર્વકરણ કરે છે. તેમાં સ્થિતિઘાત આદિ વડે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને તે પ્રમાણે ક્ષય કરે છે કે
અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકને પ્રથમ સમયે તેની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિ બાકી રહે છે, જ્યારે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ જાય ત્યારે સ્થાનદ્ધિ ત્રિક, નરકગતિ, તિર્યંચગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, એકેંદ્રિયથી ચૌરિદ્રિય એ ચાર જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ એ સોળ પ્રકૃતિને ઉલના સંક્રમ વડે ઉદલિત કરી (સ્વ અને પર પ્રકૃતિમાં સંક્રમાવી) તેની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ બાકી રાખે છે.
(ઉદલના સંક્રમ અને ગુણસંક્રમમાં ફરક એ છે કે સ્વ-પ્રકૃતિ અને સજાતીય પર પ્રકૃતિમાં સમ કરે તે ઉલના સંક્રમ છે અને માત્ર સજાતીય પર પ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્ય અસંખ્ય ગુણ સંક્રમાવે તે ગુણસંક્રમ કહેવાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com