________________
२०४
ચૌદ ગુણસ્થાન
ત્યારપછી ગુણસંક્રમ વડે બંધાતી પ્રકૃતિમાં એ સેળ પ્રકૃતિઓને નાંખી સર્વથા તેને ક્ષય કરે છે.
અહીં પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને પ્રથમ ક્ષય કરવાનો પ્રારંભ કર્યો હતો પરંતુ હજુ સુધી તેને સર્વથા ક્ષય કર્યો નથી. તે દરમ્યાન ઉપરની સેળ પ્રકૃતિઓને ક્ષય કરે છે. ત્યારપછી એ આઠ કષાયોના બાકી રહેલા અંશને અંતર્મુર્તમાં ક્ષય કરે છે.
ઉપરનું કથન સિદ્ધાંતના અભિપ્રાયથી છે. અન્ય મત એ છે કે પ્રથમ સેળ પ્રકૃતિઓને ક્ષય કરવાનો આરંભ કરે અને વચ્ચે આઠ કષાયને ક્ષય કરે અને પછીથી બાકી રહેલી સળ પ્રકૃતિઓને ક્ષય કરે.
અનંતાનુબંધી ૪ તથા દર્શનત્રિક એ સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી ક્ષેપક આત્મા નરક, તિર્યંચ અને દેવ આયુષ્યને ક્ષય કરે છે અને તે પછી ઉપર કહ્યા પ્રમાણે અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાનાવરણીય આઠ કષાયોનો ક્ષય કરવાનું શરૂ કરે છે.
ઉપર પ્રમાણે આઠ કષાય તથા સેળ પ્રકૃતિઓને ક્ષય કર્યા પછી અંતમુહૂર્તમાં અનુક્રમે નપુંસકદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ છ નેકષાય પુરુષવેદ, સંવલન ક્રોધ, માન, માયા અને બાદર લેભનો ક્ષય કરે છે. આ બધી પ્રકૃતિઓને નવમા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકમાં ક્ષય થાય છે. અને સૂક્ષ્મ સંજવલન લોભને દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ક્ષય થાય છે.
એ પ્રમાણે સર્વથા મોહનીય કર્મને ક્ષય કરી ક્ષીણમેહ વિતરાગ છઘસ્થ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. બારમા ગુણ
સ્થાનના દિચરમ સમયે નિદ્રાદિકને અને ચરમ સમયે ચૌદ પ્રકૃતિઓનો ક્ષય થાય ત્યાર પછીના સમયે ચારે ઘાતી કર્મોને સર્વથા ક્ષય થતો હોવાથી કેવળી થાય.
હવે અહીં પુરુષ વેદે શ્રેણી માંડનાર આશ્રયીને પ્રસંગાગત હકીકત આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com