________________
ચૌ ગુણસ્થાન
૨૦૨
મેાહનીયની ૨૧ પ્રકૃતિના ક્ષય કરવાને તત્પર થઈ શકતા નથી. કારણ કે તેના આયુષ્યના બંધ પડી ગયા છે તે તેને વિઘ્નરૂપ થાય છે.
ક્ષપક શ્રેણીને પ્રારંભ કરનારા બહુાયુ અને અશ્રદ્ઘાયુ એમ એ પ્રકારે છે તેમાં જો ભદ્રાયુ ક્ષપક શ્રેણીનેા આરંભ કરે અને અનંતાનુબ ધીના ક્ષય કર્યા પછી મરણના સંભવ હાવાથી વિરામ પામે તે તે આત્મા કદાચિત મિથ્યા માહનીયના ઉદય થવાથી ફરી પણ અનંતાનુબંધી બાંધે છે. કારણ કે તેના ખીજરૂપ મિથ્યાત્વ માહતીયને નાશ કર્યાં નથી.
પરંતુ અનતાનુબંધીને ક્ષય કર્યા પછી ચડતા પરિણામે જેણે મિથ્યાત્વ માહનીયને પણ ક્ષય કર્યાં છે તે તેના ખીજ ભૂત મિથ્યાત્વના નાશ થયેલા હેાવાથી કુરીવાર અનતાનુબંધી બાંધતા નથી.
દર્શન સપ્તકના ક્ષય કર્યાં બાદ જો મરણ પામે તે અપતિત પરિણામે અવશ્ય વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, અને પતિત પરિણામને અનુસરી ચારે ગતિમાં જાય છે.
બહાયુષ્ક હોવા છતાં પણું દર્શીન સપ્તક ક્ષય કર્યા પછી મરણુ ન પામે તે અવશ્ય વિરામ પામે છે, પરંતુ ચારિત્ર મેાહનીયની ક્ષપણા માટે ઉદ્યમ કરતા નથી, આયુષ્ય પૂર્ણ ન થયુ હાય અને ચડતા પરિણામ વાળા ન હેાય તે। મિથ્યાત્વ માહનીયા ક્ષય કરવા પ્રયત્ન કરતા નથી.
દન ત્રિકના ક્ષય કર્યાં પછી આત્મા વિશુદ્ધ સમ્યગદૃષ્ટિ કહેવાય છે. દનત્રિકમાં સમ્યકત્વ મેાહનીય પ્રકૃતિના ક્ષય થવાથી સમ્યગ્દર્શનને ક્ષય થયા એમ માનવાનું નથી, પણ તેમાં મિથ્યાત્વ હતું તેના જ ક્ષય થયા છે એટલે પરિણામે આત્માને શ્રદ્ધા ભાવ તા નિર્મળ થાય છે અને તે આત્મા વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com