________________
અગીઆરમું ઉપશાંત મેહ વીતરાગ છશ્વસ્થ ગુરુસ્થાન ૧૯૫
આવે છે. પણ પરિણામિક ભાવને સ્વભાવ અને નીચે પાડવાને નથી. આમ મતભેદો છે. તેને ખુલાસો નીચે પ્રમાણે.
ઉપશમ કરવું એટલે દબાવીને શાંત રાખવું. અગીઆરમે ગુણસ્થાને સૂક્ષ્મ લેભ તે છે જ પણ તે દબાયેલ છે, શ્રેણીનો કાળ પૂરો થતાં દબાયલે લેભ આપોઆપ ઉપર આવે જ એટલે કે મેહનીય કર્મનો ઉદય થાય જ. કારણ કે ઉપશમને કાળ ઉત્કૃષ્ટ અંતમુહૂર્તને જ સૂત્રોમાં કહે છે. ઉપશમ-દબાણ નીકળી જતાં દબાયેલે મોહ ઉપર આવે તે સ્વાભાવિક જ છે.
અગીઆરમાનો કાળ પૂરો થતાં એટલે ઉપશમ નીકળી જતાં મેહનીયનો ઉદય થાય તે નિયમાનુસાર જ છે. તેમાં કાંઈ અસંગતતા કે અનિયમિતતા નથી.
અને કાળ પૂરો થતાં આપોઆપ મેહના ઉદયને સ્વાભાવિક અથવા પરિણામિક ભાવથી થયો એમ ગણવું હોય તે ગણી શકે છે.
એક ભવમાં ઉપશમ શ્રેણી વધારેમાં વધારે બે વાર પ્રાપ્ત થાય છે. જે આત્મા એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણ કરે તે જ ભવમાં ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી શકતો નથી. અને જે એક વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરે તેને તે ભવમાં ક્ષપણ શ્રેણી પ્રાપ્ત થઈ પણ શકે છે.
આ પ્રમાણે એક ભવમાં ઉપશમ અને ક્ષેપક બંને શ્રેણું પ્રાપ્ત થઈ શકે એવે કર્મગ્રંથકારને અભિપ્રાય છે. એક ભવમાં બેમાંથી એક જ શ્રેણી પ્રાપ્ત થઈ શકે એવો સિદ્ધાંતકારને અભિપ્રાય છે.
આ ઉપરમ શ્રેણું ઓછામાં ઓછી ૮ આઠ વર્ષની વયવાળો અને વધારેમાં વધારે દેશના પૂર્વ ક્રિોડ વર્ષની વયવાળો મનુષ્ય તથા પ્રથમના ત્રણ સંધયણવાળો હોય તે જ પ્રારંભે છે. અને અબધ્ધાયુ અથવા બધ્ધ દેવાયું હોય તે જ પ્રારંભી શકે છે. પરંતુ શેષ ત્રણ
આયુષ્ય બાંધેલ હોય તે ઉપશમ એણું પ્રારંભી શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com