________________
-
-
-
-
-
-
-
૧૯૪
ચૌદ ગુણસ્થાન ભવક્ષય વડે એટલે આયુષ્ય પૂર્ણ થવાથી પ્રતિપાત થાય છે. કોઈ ઉપશાંત મહ ગુણસ્થાનકને સમય માત્ર સ્પર્શ આયુષ્ય પૂર્ણ થવાથી કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. મનુષ્ય આયુષ્યના ચરમ સમય પર્યત અગીઆરમું ગુણસ્થાન હોય છે અને દેવાયુના પ્રથમ સમયથી ચેયું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
મરણ પ્રાપ્ત કરનારને આશ્રયીને જ જધન્ય સમય પ્રમાણ કાળ ઘટે છે.
અધ્ધાક્ષય વડે એટલે ગુણસ્થાનકને કાળપૂર્ણ થવાથી પડે તે જે કાળધર્મ ન પામે તો આ ગુણસ્થાને અંતર્મુહૂર્ત કાળ રહીને જે ક્રમે ચડયો હતો તે જ ક્રમે પડે છે. પડતી વખતે અનુક્રમે સાતમા અને છઠા ગુણસ્થાનક સુધી તો આવે જ છે. ત્યાં જે સ્થિર ન થાય તો કોઈ પાંચમે અને કોઈ ચોથે આવે છે. કેઈ ત્રીજેથી પડી પહેલે અને કોઈ બીજે થઈ પહેલે ગુણસ્થાનકે જાય છે. અગીઆરમેથી ક્રમશ: પડતાં આ રીતે પહેલા ગુણસ્થાનક સુધી પણ પહેચી જાય છે.
ઉપશમ શ્રેણીમાં અગીઆરમે ગુણસ્થાનેથી છવ શા માટે પડે છે તેના મતભેદના ત્રણ કારણે આ પ્રમાણે બતાવાય છે– (૧) શ્રેણીને અંતર્મુર્ત કાળ પૂરો થતાં છવને આપોઆપ
પડવાનું થાય છે. (૨) અંતર્મુહૂર્ત કાળ પૂરો થતાં મેહનીય કર્મને એટલે
| સર્ભ લોભને ઉદય થતાં પડવાનું થાય છે. (૩) કાળ પૂરો થતાં પારિણામિક ભાવથી પડે છે.
પડવાનું કાંઈક કારણ હેવું જોઈએ. કાળ પૂરો થતાં એમને એમ નીચે પડવાનું થાય નહિ. એમ કહી મેહનીયના ઉદયનું કારણ આપ્યું. ત્યારે શબ્દને વળગી રહી કહેવામાં આવે છે કે મેહનીયને ઉદય તે દશમા ગુણસ્થાને જ હોય. ઉપશાંત મોહનીય ગુણસ્થાને તે
મોહ ઉપરાંત જ હોય. તેથી પાણિમિક ભાવથી પડવાનું કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com