________________
દશમું સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાન
સૂક્ષ્મ એટલે સ્વલ્પ, ઘણું જ . સંપાય એટલે કષાય.
સૂક્ષ્મ સંપરાય એટલે કષાયને ઘણે જ થેડે ભાગ. કિટ્ટીરૂપ કરાયેલ સૂમ લેભ કષાયને ઉદય જેની અંદર હોય તે સમ સપરાય કહેવાય છે. અને જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેષને સૂક્ષ્મ સંપાય ગુણસ્થાન કહે છે.
આના પણ ક્ષપક અને ઉપશમક એમ બે ભેદ છે. અહીં શેષ રહેલ એક સંજ્વલન લેભનો સર્વથા ક્ષય કે ઉપશમ કરે છે, ઉપશમ શ્રેણીવાળો ઉપશમાવે છે અને ક્ષેપક શ્રેણીવાળો ક્ષય કરે છે.
આ ગુણસ્થાનના અંતે ૨૮ પ્રકૃતિઓને સર્વથા ક્ષય કરનાર આત્મા પાધરો બારમે ગુણસ્થાને ચડી જાય છે. પરંતુ ઉપશાંત કરનાર આત્મા અગીઆરમાં ગુણસ્થાને આવી પહોંચે છે.
આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુદ્દતની છે.
કિટ્ટી કરાયેલ સૂક્ષ્મ લેભ એટલે સંજવલન લેભના રસ સ્પર્ધકે જે વિદ્યમાન છે તેને રસ હીન કરી અપૂર્વ સ્પર્ધકે બનાવે છે. તે વખતે કેટલાક રસ સ્પર્ધકે હીન રસવાળા અપૂર્વ સ્પર્ધકો બને છે અને કેટલાક રસ સ્પર્ધકે મૂળ સ્થિતિમાં હતા તેવા જ રહે છે તેને પૂર્વ સ્પર્ધકો કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com