________________
૧૯૦
ચૌદ ગુણસ્થાન - - - - - - - - - - - - - - - : : -------- ઉદયને જેટલે કાળ છે તેના ત્રણ વિભાગ થાય છે– (૧) અશ્વકરણોદ્ધા, (૨) કિટીકરણધ્ધા અને (૩) કિટ્ટીવેદનાધ્ધા.
અશ્વકરણોદ્ધા–સત્તામાં રહેલા રસસ્પર્ધકો જે કાળમાં ક્રમશઃ ચઠતા ચડતા રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડયા સિવાય અત્યંત ઓછા રસવાળા થાય તે અશ્વકર્ણકરણધ્ધા. આ અશ્વકર્ણકરણકાળમાં વર્તમાન આત્મા અપૂર્વ સ્પર્ધકો કરે છે એટલે લેભના અત્યંત હીન રસવાળા સ્પર્ધકે કરે છે.
સ્પર્ધક-આ સંસારમાં ભ્રમણ કરતા આત્માઓ અનંતાનંત પરમાણુઓથી બનેલા અનંતા રક ધોને પ્રતિસમય કર્મરૂ૫ ગ્રહણ કરે છે. તેની અંદર એક એક સ્કંધમાં ઓછામાં ઓછા રમ વાળા જે પરમાણુ છે તે પરમાણુમાંના રસના, કેવળી મહારાજના જ્ઞાનરૂપ શાસ્ત્ર વડે એકના બે ભાગ ન થાય તેવા સર્વ જીવથી અનંતગુણું રસવિભાગ, રસાણુઓ થાય છે. આવા સમાન રસાણુઓવાળા પરમાણુઓનો સમૂહ તે પહેલી વગણ. એક અધિક રસાણુવાળા પરમાણુઓને જે સમૂહ તે બીજી વર્ગણું, બે અધિક રસાણુવાળા પરમાણુઓને સમૂહ તે ત્રીજી વણ, એમ અનુક્રમે એક એક અધિક રસાણુવાળા પરસ્પર સરખા પરમાણુના સમુદાયવાળી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમાં ભાગ પ્રમાણ અનંત વર્ગણ થાય છે. એ અનંત વર્ગણોના સમૂહને સ્પર્ધક કહેવાય છે.
કર્મના એક એક અણુમાં જે શક્તિને સૂક્ષ્મ અંશ છે તેના સમૂહને વગ કહે છે. એવા સમાન શકિતવાળા ઘણું અણુઓના સમૂહને-સ્કંધને વર્ગણ કહે છે.
એક એક સમયમાં જેટલી વર્ગણાઓને ઉદય થવાનું નિશ્ચિત થયું હોય એવી એક જાતની હીનાધિક અનેક વર્ગણાઓના એક એક સમૂહને–પિંડને સ્પર્ધક કહે છે.
જેની શક્તિ ઉત્તરોત્તર વધતી સંખ્યાવાળી હોય એવા સ્પર્ધકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com