________________
અગીઆરમું ઉપશાંત મોહ વીતરાગ છટ્વસ્થ ગુરુસ્થાન ૧૯૧
પૂર્વ સ્પર્ધક કહે છે. અને જેની શક્તિ ઉત્તરોત્તર ઘટતી હોય તેવા સ્પર્ધકને અપૂર્વ સ્પર્ધક કહે છે.
સંસારી જીવના સ્પર્ધકની શકિત સમયે સમયે વધે છે. ત્યારે શ્રેણી પર ચડેલા સાધુના સ્પર્ધકની શક્તિ સમયે સમયે ઘટે છે. કારણ કે સાધુની વીતરાગતા સમયે સમયે વધતી જાય છે.
અપૂર્વ સ્પર્ધક–ઉપરના સઘળા પૂર્વ સ્પર્ધક કહેવાય છે. કારણ કે સંસારમાં પરિભ્રમણ કરતા આત્માઓ આવા સ્પર્ધકે તે બાંધે છે. આ સ્પર્ધકોમાંથી પ્રથમ દ્વિતીય આદિ વર્ગણાઓ ગ્રહણ કરી તેને તીવ્ર વિશુદ્ધિ વડે ચડતા ચડતા રસાણુવાળા પરમાણુઓને ક્રમ તોડ્યા સિવાય અનંત ગુણહીન રસવાળી કરીને પૂર્વની જેમ સ્પર્ધકે કરે છે. આવા પ્રકારના અઢારસવાળા સ્પર્ધકે પહેલાં કોઈ વખત કર્યા નહતા માટે તે અપૂર્વ સ્પર્ધક કહેવાય છે.
આ પ્રમાણે અશ્વકર્ણકરદ્ધા કાળના અંતમુહર્તમાં સમયે સમયે પૂર્વ સ્પર્ધકમાંની વર્ગણુઓને અનંતગુણહીન રસવાળી કરીને તેના અપૂર્વ સ્પર્ધકો કરે છે.
અહીં એટલું સમજવાનું કે સત્તામાં જે પૂર્વ સ્પર્ધકે રહેલા છે તે સઘળા અપૂર્વ સ્પર્ધકો રહેલા છે તે સઘળા અપૂર્વ સ્પર્ધક રૂપે થતા નથી. પરંતુ કેટલાક પૂર્વ સ્પર્ધકરૂપે પણ રહે છે.
કિટ્ટીકરણદ્વા–સંલન માયાના બંધ આદિના વિચ્છેદ થયા પછી સમયનૂન બે આવલિકાકાળે સંજવલન માયાને ઉપશમાવે છે. આ પ્રમાણે અશ્વકર્ણ કરણુદ્ધા પૂર્ણ થયા બાદ કિટ્ટીકરણધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં લોભની કિટ્ટીઓ કરે છે.
કિટ્ટી પૂર્વ સ્પર્ધામાંથી અને અપૂર્વ સ્પર્ધકોમાંથી પ્રથમ દ્વિતીય આદિ વર્ગણુઓ ગ્રહણ કરીને તેઓને તીવ્ર વિશુદ્ધિના બળથી અનંતાણહીન રસવાળી કરીને તે વણાઓમાંના એક અધિક બે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com