________________
૧૮૪
ચોટ ગુણસ્થાન
તે પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોમાં રસની વર્ગઓ જે એક એક રસશે અધિકના અનુક્રમ વાળી છે તે વર્ગણાઓમાંથી કેટલીક વર્ગણાઓનો એવી રીતે ક્ષય કર કે જેથી વણાઓનો અનુક્રમ તદ્દન તુટીને છિન્નભિન્ન થઈ જાય છે. એ પ્રમાણે વર્ગણીઓની એકાંશ અધિકતાનો અનુક્રમ તોડી રસ સ્પર્ધકોને છિન્નભિન્ન ક્રમવાળી વર્ગણયુક્ત બનાવવા તે કિટ્ટી કરી કહેવાય છે અને તે કિટ્ટી તે જ લેભની સૂમતા થઈ એમ જાણવું.
બીજી જાણવા જેવી હકીકત આ દશમાં ગુણસ્થાનકમાં બંધ ૧૭ કર્મપ્રકૃતિએને હેય છે તે આ પ્રમાણે–નવમા ગુણસ્થાનમાં ૨૨ પ્રકૃતિએને બંધ છે તેમાંથી ચાર સંજવલન કષાય તથા પુરુષ વેદ એ પાંચ પ્રકૃતિએ ઘટાડતાં બાકીની ૧૭ પ્રકૃતિને બંધ છે.
આ દશમા ગુણસ્થાનમાં ૬૦ કમપ્રકૃતિઓને ઉદય છે. તે આ પ્રમાણે–નવમા ગુણસ્થાનકમાં ૬૬ પ્રકૃતિઓનો ઉદય છે તેમાંથી ત્રણ વેદ તથા સંજવલન ક્રોધ, માન, માય એ છ પ્રકૃતિએ ઘટાડવાથી બાકીની ૬૦ પ્રકૃતિઓને ઉદય છે.
આ દશમા ગુણસ્થાનમાં નવમાં ગુણસ્થાનની પેઠે ઉપશમ શ્રેણીવાળા ઉપશમ સમ્યગદષ્ટિને ૧૪૨ પ્રકૃતિની તથા ક્ષાયિક સમકિતીને ૧૩૮ પ્રકૃતિઓની સત્તા છે. ક્ષેપક શ્રેણવાળાને નવમાં ગુણસ્થાનમાં ૧૩૮ની સત્તા હતી તેમાંથી નીચે પ્રમાણે વિચ્છેદ જાય છે. તિર્યંચગતિ નિદ્રા નિદ્રા ઉત ૪ અપ્રત્યાખ્યાનાવરણીય. તિર્યંચ ગત્યાનુપૂર્વી પ્રચલા પ્રચલા આતાપ ૪ પ્રત્યાખ્યાનાવરણીય ૩ વિકલત્રય સ્થાનદ્ધિ સૂક્ષ્મ ૯ નોકષાય. એકેદ્રિય સાધારણ બાદર સંજવલન ક્રોધ, નરકગતિ, નરકગયાનુપૂર્વી
માન, માયા એ ૩૬ પ્રકૃતિ બાદ જતાં બાકી ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે. ભાવ આ ગુણસ્થાનમાં નવમાં ગુણસ્થાન પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com