________________
૧૮૨
ચૌદ ગુણરથાન
આ નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં આઠમા ગુણસ્થાનની ઉપશમ શ્રેણવાળા ઉપશમ સમ્યગ્દષ્ટિને ૧૪૨ પ્રકૃતિઓનો, ક્ષાયિક સમ્યગદષ્ટિને ૧૩૯ પ્રકૃતિઓની સત્તા છે. અને ક્ષાપક શ્રેણવાળાને ૧૩૮ પ્રકૃતિની સત્તા છે.
આ ગુણસ્થાનમાં ગતિ, લેસ્થા તથા અસિદ્ધત્વ નામના ઔદયિક ભાવ છે એટલે પ્રદેશત્વ ગુણ, ક્રિયાગુણ, ગગુણ, અવ્યાબાધગુણ, અવગાહના ગુણ, અગુરુલઘુગુણ તથા સૂક્ષ્મત્વગુણ ઔદયિકભાવથી પરિણમન કરે છે. જુદા જુદા છવની અપેક્ષાએ શ્રધ્ધા ગુણ ઉપક્ષમ ભાવથી અથવા ક્ષાયિકભાવથી પરિણમન કરે છે. જ્ઞાન ગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ તથા વિગુણુ ક્ષયોપશમ ભાવથી પરિણમન કરે છે. છેવત્વ તથા ભવ્યત્વ નામના પારિણામિક ભાવ શકિતરૂપ છે.
આ ગુણસ્થાનમાં ૪ જ્ઞાન, ૩ દર્શન, સામાયિક અને છેદેપસ્થાપનીય એ બે ચારિત્ર, શુલ લેશ્યા, ઉપશમ ક્ષપશમ ક્ષાયિક એ ત્રણ સમકિત હોય છે.
આ ગુણસ્થાનને ઉત્કૃષ્ટકાળ અંતમુહૂતને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com