________________
૧૭૬
ચૌદ ગુણસ્થાન
એ પ્રમાણે ૫૬ માંથી ૩૦ બાદ કરતાં બાકીની ૨૬ નો બંધ છે.
આ ગુણરથાનમાં ઉદય ૭૨ કર્મપ્રકૃતિઓને હેય છે તે આ પ્રમાણે–સાતમા ગુણસ્થાનમાં ૭૬ કર્મપ્રકૃતિઓને ઉદય છે તેમાંથી સમ્યફપ્રકૃતિ, અર્ધનારાય, કાલિક અને સેવાર્ત સંધયણ એ ચાર બાદ જતાં બાકીની ૭૨ પ્રકૃતિને ઉદય છે.
આ ગુણસ્થાનમાં ૧૪ર કર્મ પ્રકૃતિઓની સત્તા કહી છે તે આ પ્રમાણે–સાતમા ગુણસ્થાનમાં ૧૪૬ પ્રકૃતિઓની સત્તા છે તેમાંથી અનંતાનુબંધી ૪ કપાયે ઉપશમ શ્રેણુ વાળાને બાદ જતાં બાકીની ૧૪૨ પ્રકૃતિઓની સત્તા છે. ક્ષાયિક સમષ્ટિ ઉપશમ વાળાને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ રહિત બાકીની ૧૩૮ કર્મ પ્રકૃતિઓની સત્તા છે. અને ક્ષેપક શ્રેણી વાળાને અનંતાનુબંધી ૪ કપાયે, દર્શનામેનીયની ૩ પ્રકૃતિએ તથા દેવાયુ મળી આઠને ક્ષય કરતાં બાકીની ૧૩૮ પ્રકૃતિઓની સત્તા છે.
આઠમાં ગુણસ્થાનમાં ગતિ, લેસ્થા તથા અસિદ્ધવ નામના ઔદયિક ભાવ છે. એટલે કે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, યોગગુણ, અવ્યાબાધગુણ, અવગાહના ગુણ, અગુરુલઘુગુણ તથા સૂક્ષ્મત્વગુણ ઔદયિક ભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધા ગુણની અપેક્ષાએ જુદા જુદા છવાના પરિણામ પ્રમાણે ઉપશમ તથા ક્ષાયિકભાવ છે. જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ તથા વીર્યગુણુ ક્ષપશમ ભાવથી પરિણમન કરે છે, છત્વ તથા ભવ્યત્વ નામના પારિણમિક ભાવ શક્તિરૂપ છે.
આ ગુણસ્થાનમાં સરી પચેંદ્રિય પર્યાપ્તા, ૧૦ પ્રાણ, ૪ સંજ્ઞા, મનુષ્યગતિ, પંચેંદ્રિય જાતિ, ત્રસકાય, ત્રણ વેદોમાંથી કોઈ એક વેદ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com