________________
૧૭૦
ચૌદ ગુણસ્થાન
આ ગુણસ્થાનમાં આવેલા જીવાત્માઓને મેહનીય કર્મને ઉપશમ કે ક્ષય કરવાનો પહેલાં પ્રાપ્ત નહિ થયેલો એવો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે.
અપ્રમત્ત અવસ્થાની એવી સ્થિતિ કે જે સ્થિતિ આવે એટલે પ્રમાદ અવસ્થામાં જવાનું ન બને પણ આત્મા વિકાસ તરફ પ્રયાણ કરવા સમર્થ થાય તે નિવૃત્તિ બાદર અવસ્થા કહેવાય છે.
આ અવસ્થામાં આત્મા વિશેષ પ્રકારે મેહને દબાવવા અથવા નિર્મળ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને તે પ્રયત્ન માટે સ્થિતિઘાત, રસધાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ બાબતો અથવા કરણે જીવનમાં પ્રથમ જ કરે છે તેથી તેને અપૂર્વકરણ કહે છે. પૂર્વે નહિ. અનુભવેલે અપૂર્વ આત્મશુદ્ધિને લાભ આત્મા આ ગુણ સ્થાને કરે છે.
પાંચ કરણનું સ્વરૂપ
સ્થિતિઘાત-જ્ઞાનાવરણીય આદિ કર્મોની દીર્ધ સ્થિતિને (ઘણા લાંબા વખત સુધી ભોગવવાની સ્થિતિને) અપવર્તનાકરણ વડે ઘટાડીને અ૫ કરવી તે સ્થિતિઘાત.
૨સઘાત–સત્તામાં રહેલ જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રવૃતિઓના તીવ્ર (પુષ્કળ) રસને અપવર્તનાકરણ વડે ઘટાડીને અ૫ કરો તે રસધાત.
સ્થિતિઘાત અને રસઘાત એ બન્નેને પૂર્વ ગુણસ્થાનમાં રહેલા આત્માઓ તેમની વિશુદ્ધિ અ૫ હેવાથી અલ્પ પ્રમાણમાં ઘાત કરતા હતા. અહીં વિશુદ્ધિ ઘણી જ તીવ્ર હોવાથી એ બંનેને મોટા પ્રમાણમાં ઘાત કરે છે. પૂર્વના ગુણસ્થાનમાં વધારે લાંબા કાળમાં અ૫ સ્થિતિ
અને રસ અલ્પ પ્રમાણમાં દૂર થતા હતા. અહીં વિશુદ્ધિ ધણી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com