________________
આઠમુ અપૂર્વકરણ ગુણસ્થાન
અપૂર્વ એટલે પૂર્વે નહિ થયેલ.
કરણ એટલે આત્માના પરિણામ અથવા ક્રિયા.
અપૂર્વકરણ એટલે પૂર્વે નહિ થયેલા એવા સ્થિતિષ્ઠાત, રસધાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમણુ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ ક્રિયા કરાય અથવા પૂર્વે નહિ થયેલા અપૂ પરિણામ જેની અંદર હાય તે અપૂર્વકરણ કહેવાય.
સાતમા ગુરુસ્થાનમાં રહેલે। અપ્રમત્ત મુનિ સજ્વલન કષાયાના અથવા નાકષાયાના અત્યંત મંદ ઉદય થતાં પૂર્વે નહિ થયેલ એવા આત્મ પરિણામ રૂપ રણ પામે તે આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન.
આ ગુણસ્થાનને નિવૃતિ બાદર ગુણસ્થાન પણ કહે છે.
બાદર કષાયેા એટલે જ અનતાનુબંધી, ૪ અપ્રત્યાખ્યાની અને ૪ પ્રત્યાખ્યાની એ ખાર કષાયેાથી જે નિવૃત્ત થયેા છે તે નિવૃત્તિ ખાર. તેનું ગુણસ્થાન એ નિવૃત્તિ ખાદર ગુણસ્થાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com