________________
ચૌદ ગુણસ્થાન
અપ્રમત્તનું ધ્યાન અપ્રમત્ત ગુણસ્થાનમાં રહેલે સંયત ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિને ઉપશમ કરવાને અથવા ક્ષય કરવાને માટે અતિ શ્રેષ્ઠ ધ્યાન સાધવાનો પ્રારંભ કરે છે એટલે નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાને પ્રારંભ કરે છે.
નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનાર યોગીના ત્રણ પ્રકાર છે-(૧) આરંભોગી, (૨) તનિષ્ઠાગી અને (૩) નિષ્પગી .
(૧) ચપળ મનને રોકવા માટે આંખો બંધ કરીને એકાંત સ્થાનમાં બેઠેલા, ધીરતાપૂર્વક વીરાસન કરીને રહેલા અને નિશ્ચળ થયેલા યેગીઓ વિધિપૂર્વક સમાધિને આરંભ કરે છે. તે આરંભગી કહેવાય છે.
(૨) પવન, આસન, ઈદ્રિય, મન, સુધા, તૃષા અને નિદ્રાને જય કરનારા આત્યંતર ચિંતન વડે વારંવાર જેઓ તને અભ્યાસ કરે છે તથા પ્રાણીઓ ઉપર અત્યંત પ્રમાદ, કરુણ અને મૈત્રીભાવના ભાવે છે તથા જેઓ ધ્યાનાધિષ્ઠિત ચેષ્ટા વડે અભ્યદય પામે છે, ધ્યાન ગત ક્રિયામાં પ્રતિક્ષણે વૃદ્ધિ પામતા રહે છે તેવા યોગીઓને તનિષ્ઠ યેગી કહે છે.
(૩) મન વચન કોયાના તરંગે જ્યાં શમી ગયા છે અને તેથી પગસ્થિરતા પ્રાપ્ત થઈ છે અને જે નિર્વિકપણે આત્મસ્વરૂપમાં રમણતા કરે છે તે નિષ્પન્નગી કહેવાય છે.
આ સાતમા ગુણસ્થાનમાં મુખ્યતાએ આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારનું ધર્મધ્યાન હોય છે અને તેની પુષ્ટિમાં મૈત્રી આદિ ચાર ભાવનાનું ધ્યાન તથા પિંડસ્થ આદિ ચાર પ્રકારનું ધ્યાન હોય છે.
ધર્મસ્થાનના ચાર પ્રકાર–(૧) જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા તો પદાર્થોનું ચિંતન કરવું તે આજ્ઞાવિચય. (૨) રાગદેષ આદિ કષાયો વડે ઉપજતા અપાનું, દુઃખનું ચિંતન કરવું તે અપાય વિચય, (૩)
પતિ સમય ઉત્પન્ન થતા વિચિત્ર કર્મ ફળનું, કર્મોદયનું ચિંતન કરવું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com