________________
૧૬૪
ચૌદ ગુણસ્થાન જેમ પાણીની ભમરીમાં પડેલું તણખલું આમ તેમ ચળાયમાન થતું રહે છે તે જ પ્રમાણે આ છઠા અને સાતમા ગુણસ્થાનના સમયમાં વિકાસગામી આત્માની સ્થિતિ લાયમાન થાય છે.
છઠા તથા સાતમા ગુણસ્થાનમાં વ્યવહારથી ચારિત્ર પૂર્ણ થયું મનાય છે. પાંચ પાપને ત્યાગ છઠ ગુણસ્થાને પૂરેપૂરો થઈ જાય છે તેથી અહીં ચારિત્રને પૂર્ણ થયું મનાય છે. સાતમામ એજ વ્યવહાર ચારિત્રને નિરવશેષ સાવધાનીથી ધાવવામાં આવે છે તેથી આત્મામાં પણ ચારિત્ર પૂર્ણતા મનાય છે.
સાતમા ગુણસ્થાનથી આગળ ચારિત્રહને ક્ષય શરૂ થાય છે. આઠમાં ગુણસ્થાનથી લઈને આગળ પરિણામની જે વીતરાગતા છે તે મોહને ઉપશમ કે ક્ષય કરવાનું કાર્ય કરવા માંડે છે. તેથી શ્રેણી-સીડી ચડવાનું કાર્ય આઠમેથી શરૂ થયું મનાય છે. છઠું સાતમું ગુણસ્થાન એ શ્રેણી–સીડીની ભૂમિકા માનવી જોઈએ.
બે શ્રેણી જે અપ્રમત્ત સંયત છઠે ગુણસ્થાને નહિ પડતાં અહીં જ અંતમુહૂર્ત સુધી સ્થિર રહે છે તેવા સાતિશય અપ્રમત્ત સંયત શ્રેણી સન્મુખ આવી જાય છે.
શ્રેણી બે જાતની છે–ઉપશમ અને ક્ષપક.
જેમાં ચારિત્ર મોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓને ઉપશમ કરવામાં આવે તે ઉપશમ શ્રેણી કહેવાય છે. અને જેમાં મેહનીય કર્મની એ ૨૧ પ્રકૃતિઓને ક્ષય કરવામાં આવે તે ક્ષેપક શ્રેણી કહેવાય છે.
લાયક સમકિતી બંનેમાંની કઈ પણ શ્રેણ ચડી શકે છે. કવાને ઉપશમ કરે તે ઉપશમ શ્રેણી ચડે છે અને કષાયને ક્ષય કરે તો ક્ષપક શ્રેણી ચડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com