________________
સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન
૧૬૩.
=-
=---
--------
આ અપ્રમત્ત ગુણરથાનમાં છ આવશ્યક આદિ ક્રિયાકાંડ નથી. તે પણ સતત નિરંતરપણે ઉત્તમ ધ્યાનના યોગથી સ્વાભાવિક આત્મ શુદ્ધિ થતી જાય છે. તે ધ્યાનથી જ ઉત્પન્ન થયેલી અને સંકલ્પ વિકલ્પની પરંપરાના અભાવથી આત્માના એક સ્વભાવરૂપ નિર્મળતા હોય છે.
સૌથી પહેલાં જીવ છડે ગુણસ્થાનકે નહિ જતાં સીધે સાતમે ગુણસ્થાને આવે છે. અને સામેથી પડીને છઠે ગુણસ્થાને જાય છે. કારણ કે દીક્ષા લેતી વખતે પરિણામ ઉત્કૃષ્ટ હેવાથી સૌથી પહેલાં મહાવ્રતના પરિણામ સાતમા ગુણસ્થાનમાં થાય છે. આને અપ્રમત્ત સંયમવાળું ચારિત્ર, સરાગ ચારિત્ર, ક્ષાપશમિક ચારિત્ર વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ પ્રમાણે સૌથી પહેલાં અપ્રમત્ત સંવત થયા પછી તરત તે સાતિશય અપ્રમત્ત બની નથી શકતા એટલે કે ઉપરના ગુણસ્થાનમાં જવા જેટલું પુરુષાર્થ કરી શકાતું નથી. પરંતુ તે છેડે ગુણસ્થાને જઈને પ્રમત્ત સંયત થાય છે. અને પછી છઠા સાતમા ગુણસ્થાનમાં અસંખ્યાત વાર ના આવ કરે છે.
સર્વ સાવઘ યોગથી વિરત થયા છતાં જ્યારે આત્મા પ્રમાદને વશ થાય છે ત્યારે પિતાની શાંતિમાં બાધાને અનુભવ કરે છે. તેથી નિરાકુળ શાંતિને અનુભવ કરવાની લાલસા સેવે છે. આ લાલસામાંથી જ નિદ્રા, વિષય, કષાય અને વિકથા ઈત્યાદિ પ્રમાદોમાંથી પિતાને બચાવી લેવાને પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાં જ્યારે તે સફળ થાય છે ત્યારે પ્રમાદ પર વિજય લાભ કરી અપ્રમત સંયત અવસ્થાને પામે છે.
પરંતુ આ અવસ્થામાં પણ એક તરફ અપ્રમાદજન્ય ઉક્ટ સુખને અનુભવ થતો હોવાથી તે જ સ્થિતિમાં ટકી રહેવાને સતત પ્રયત્ન આત્મા કરતો હોય છે. અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વાનુભૂત વાસનાઓ તેને પિતાના તરફ ખેચે છે. આ ખેંચતાણમાં વિકાસમુખ આત્મા પણ ક્યારેક પ્રમાદની તંદ્રામાં અને કયારેક અપમાદની જાગૃતિમાં ડેલાં ખાય છે એટલે કે તે અનેકવાર પ્રમત્ત સંયત અવસ્થામાં આવાગમન કર્યા કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com