________________
૧૬૨
ચૌદ ગુણસ્થાન
અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં ચલિતપણું આવતાં થોડા વખતમાં પાછી પ્રમત્તતા આવી જાય છે. એટલે એમ ગુણસ્થાનકમાં ચડ ઉતર થયા કરે છે.
અપ્રમત્ત ગુણસ્થાનના બે ભેદ છે–(૧) સ્વાસ્થાન અમર વિરત અને (૨) સાતિશય અપ્રમત્ત વિરત.
છઠે ગુણસ્થાનેથી સાતમામાં અને સાતમા ગુણસ્થાનેથી છઠા ગુણરથાનમાં જે અસંખ્યાત વાર આવ જ કર્યા કરે છે તેને સ્વસ્થાન અપ્રમત્ત સંયત કહે છે. જે છઠા ગુણસ્થાનમાં ન જાય પણ મરણ પામીને ચેથા ગુણસ્થાનમાં જાય તે પણું સ્વરથાન અપ્રમત્ત સંયત છે.
જે શ્રેણી ચડવાની સન્મુખ હેય તે સાતિશય અપ્રમત્ત સંયત છે. આ સ્થાનમાં આવેલા જીવોને વધારે રહેવાનું નથી કારણ કે ઊર્ધ્વ ગતિને વેગ ચાલું છે. માત્ર અંતર્મુહૂર્ત, બે ઘડી જેટલું જ અહીં રહેવાનું છે. છઠે ગુણસ્થાને પતન ન થાય તેવા જીવને આ સ્થાનથી અપૂર્વકરણને પાયો નંખાય છે અને અનંત કર્મોનાં દળ તૂટતાં હોય છે.
આ સ્થાનમાં પહોંચેલા મહાત્માઓ સ્વઉપયોગમાં જ રહે છે. આ ઠેકાણે જીવની ચંચળતા અને ઇન્દ્રિયોની તૃષ્ણા હોતી નથી. વૈરાગ્ય અત્યંત ઉગ્ર હોય છે અને સંયમ પર જ માત્ર દષ્ટિ રહેલી હોય છે. આ જીવને વેગ ધનુષના બાણના વેગ જેવો આગળ વધતો હોય છે. આ સંતેની વિચારશુદ્ધિ ઉચ્ચતર છે.
આ ગુણસ્થાનના આત્માઓ-મહાત્માએ આહાર કરે છે ખરા પણ તે આહારની વેશ્યાથી નહિ. આહાર ઉપરના પ્રેમને લીધે નહિ પણું ચારિત્રના રક્ષણને અર્થે કરે છે. તેમને ખાસ આહારની સંજ્ઞા નથી. તેથી તેમને “ને સન્નાવઉતા” કહે છે.
આ ગુણથાન વિદેહ મુકત દશા જેવી દશા અનુભવે છે. અતીંદિય જેવું જીવન છે. કર્મથી છૂટવાની તત્પરતા વિશેષ હોય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com